________________
"3 1/2 કરનાર મનન +1 ke'ક'
: two new
try'પક
Revi: ‘-11, 11:
5
4
&!:/13-
wiva,v=
1
7
+'s,
ja."
41,
+ + Ex"
૨. પ્રાર્થનાનું વિજ્ઞાન હું આત્મા છું, આપનો સેવક છું, “અહીં જો પ્રશ્ન કરવામાં આવે કે આવા ભક્તોને કાંઇ સૌનો મિત્ર છું.”
ઇચ્છા નથી તો શા માટે તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે ? શું ભગવાનને ખબર નથી કે તેના ભક્તને માટે શું ઈષ્ટ છે અને શું અનિષ્ટ છે? શું ભગવાન સર્વજ્ઞ નથી? કરુણાસાગર નથી ? ભગવાનને પ્રાર્થના કરવાથી શું સિદ્ધ થઈ શકે છે ?”
આ ઇત્યાદિ પ્રશ્નો વાદી પૂછે છે. એટલે આ પ્રાર્થનાને વિશેષ સમજવાની જિજ્ઞાસાવાળો અથવા તો જેને એમ લાગ્યું હોય કે “પ્રાર્થના નકામી છે” એટલે એણે આવા બધા પ્રશ્નો પૂછયાં કે ભક્તને કાંઇ જોઇતું નથી, ભગવાનને તો ખબર જ છે કે કોને શું આપવું કારણકે ભગવાન સર્વજ્ઞ છે તો શા માટે પ્રાર્થના કરવી? તેનું અત્રે સમાધાન કરે છે:
(૧) “પ્રાર્થના એ પ્રાયશ્ચિત્તનું એક સ્વરૂપ છે અને પ્રાયશ્ચિત્તને સિદ્ધાંતમાં એક અંતરંગ તપ તરીકે સ્વીકારવામાં
આવ્યું છે.”
(૨) “પ્રાર્થના, મોક્ષમાર્ગની સિદ્ધિમાં, પુરુષાર્થ અને પ્રારબ્ધનો સમ્યક્ પ્રકારે સમન્વય સાધે છે, અને તેથી સ્યાદ્વાદવિદ્યાની પુષ્ટિ કરે છે. મતલબ કે, ગુરુતમ પુરુષાર્થ કરવા છતાં જ્યારે સાધનામાં આગળ વધી શકાતું નથી ત્યારે ભક્ત-સાધકને પ્રભુશરણ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.”
અહીં સુયુક્તિ સમજાવે છે, માટે શાંતિ રાખીને સમજવું. વીતરાગમાર્ગમાં બાર પ્રકારનાં તપ કહ્યાં છે. એમાં છ પ્રકારનાં બાહ્ય તપ અને છ પ્રકારનાં અંતરંગતપ છે. એ અંતરંગ તપમાં પહેલું છે “પ્રાયશ્ચિત્ત'. પ્રાયશ્ચિત્તનો વિષય મોટો છે. પરંતુ
પ્રાર્થના
૧
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org