________________
સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય " આત્મા છું, છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે
{ આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” લખી છે.”
વિચારવું. બધા જ્ઞાની ભગવંતો વાત તો એની એ જ કરે છે. આપણે આપણું ખોટું અભિમાન છોડવું અને “હું આત્મા છું, પ્રભુનો સેવક છું અને સૌનો મિત્ર છું.” એ પ્રમાણે વર્તવું. કારણકે એ પ્રમાણે વર્તવાથી આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે છે.
આ કક્ષાની સાધના સંપૂર્ણ રીતે સફળ થવા માટે ભક્તના અંતરમાં, વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિનો સ્વીકાર અને તેના ફળરૂપે ઉપજવા યોગ્ય શરણાગતિની સંપૂર્ણતા પણ દષ્ટિગોચર થાય છે.
જયારે સાચી સમજણ આવે ત્યારે શું થાય ? “હું મૂઢ છું, હું અજ્ઞાની છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.” એવો ભાવ થાય. સનાથ થવા માટે પરમાત્માના શરણે જા. આશ્રય લેવો હોય તો કોનો આશ્રય લેવો ?
“સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઇન બાહ્ય સ્વાશે.”
વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિના સ્વીકારથી પરમાત્મા-સદ્ગુરુ પ્રત્યે શરણાગતિના ભાવ પ્રગટે છે, - અનુભવનો વિષય છે. જ્યાં સુધી શ્રદ્ધાનું તત્ત્વ આપણા જીવનમાં પ્રગટે નહિ, ત્યાં સુધી આત્મકલ્યાણ થાય નહિ. એટલે જ્ઞાનમાર્ગમાં પણ પહેલાં શ્રદ્ધા આવે. ભલે જ્ઞાનમાર્ગમાં સુયુક્તિ છે, Logic છે, તોય શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે “શ્રી ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.”
પ્રાર્થના ! ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org