________________
પતિતઉધારણ : હું નીચ છું, પતિત છું, પાપી છું, મારો "હું આત્મા છું.
અને મારા જેવા સૌનો ઉદ્ધાર કરનારા આપ છો.
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.''
દીનદયાલ : મારામાં કાંઇ બળ નથી. જ્ઞાનબળ નથી, ધ્યાનબળ નથી, વૈરાગ્યબળ નથી તેવો હું દીન છું. મારામાં પાત્રતા ઓછી છે. પ્રભુ ! માટે આપની કૃપા થાય તો મને મોક્ષમાર્ગમાં આગળ વધવાનું બળ મળે.
સુમિરન કરહું નાય નિજ શીશ : મારું શીશ નમાવીને ભાવપૂર્વક હું આપનું સ્મરણ કરું છું.
મુજ દુઃખ દૂર કરહુ જગદીશ : શું દુ:ખ છે ? આ મોહ અને માયાએ મારા હૃદયમાં નિવાસ કર્યો છે એને તમે લઇ લો. આ મોહ-માયાને મારાથી જુદા કરી નાખો. મારે બીજુ કાંઇ દુ:ખ નથી.
- સન્મતિતર્ક કે સમ્મતિતર્કના કર્તા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર ઉર્ફે કુમુદચંદ્ર આચાર્યની જેમ જ્ઞાનીઓ કહે છે : ‘હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.
—શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૬૪, ગાથા
૫, ૧૪ હજુ તો આપણે ખોટી કલ્પનામાં રાચીએ છીએ, “સાહેબ ! મેં તો આટલા શાસ્ત્રો વાંચ્યા છે, મેં આટલાં શાસ્ત્રો લખ્યાં છે, મને આટલી ભાષાઓ આવડે છે, મને આટલી યુનિવર્સિટીમાંથી Ph.D. મળી છે, વગેરે.” અહીં કહે છે, “હું પામર શું કરી શકું ?’” દાસત્વનો ભાવ આપણને આવતો નથી; કારણકે મનમાં જુદી જુદી જાતનું ‘હું’ છે. એ તો દરેકે પોતાનું હૃદય તપાસવું કે કઇ વસ્તુને લીધે હું મારી જાતને મહાન ગણું
Jain Education International
-
For Private & Personal Use Only
પ્રાર્થના ૫૫
www.jainelibrary.org