________________
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
હું આત્મા છું, કહેવાની જરૂર નથી. આપણે એમને કહેવું કે અમે તમારાથી દૂર રહેવા માગીએ છીએ. તમારા જેવા મોટા માણસ સાથે અમે શોભીએ નહીં ! અમે તો નાના માણસ. તું આચાર્યથી મોટો તો પછી અમારો અને તારો મેળ પડે નહિ.
મહાત્મા કબીરદાસજીના થોડા દોહરા છે : (૧) દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ;
અબ તો ઐસા હો રહું, કિ પાંવ તલેકી ઘાસ. (૨) સાહિબ તુમ હી દયાલ હો, તુમ લગ મેરી દૌડ; જૈસે કાગ જહાજકો, સૂઝત ઔર ન ઠૌર. (૩) સાહિબ સોં સબ હોત હૈ, બંદે સે કછુ નાહિં; રાઇ તે પર્વત કરે, પર્વત રાઇ માંહિ.
પ્રાર્થના
૫૪
શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે :
“જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.”
હવે લગભગ પાંચમી સદીના અંતમાં થયેલા ‘સન્મતિતર્ક’ (સમ્મતિતર્ક)ના રચયિતા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર ઉર્ફે કુમુદચંદ્ર કૃત કલ્યાણમંદિરસ્તોત્ર એટલે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિમાં કહે છે.
“મહારાજ શરણાગતપાલ,
પતિતઉધારણ દીનદયાલ;
સુમિરન કરહું નાય નિજ શીશ,
મુજ દુઃખ દૂર કરહુ જગદીશ.’’
શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર ઃ ૪૦-શ્રી બનારસીદાસ કૃત પદ્યાનુવાદ શરણાગતપાલ : જેઓ સાચા ભાવથી તમારે શરણે આવે છે તેનું તમે પાલન કરનારા છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org