________________
દુનિયામાં તારો ડંકો વાગે છે, પરંતુ જ્યાં સુધી અંતરમાં ઘોર “હું આત્મા છું, અંધારું છે ત્યાં સુધી ભયંકર દુ:ખ છે.
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
શ્રી પદ્મનંદિઆચાર્ય જણાવે છે,
“હે પરમાત્મા (અરિહંત) ! આપ કૃપા કરીને આ ભયાનક કૂવારૂપ સંસારમાં પડેલા મુજનો તેનાથી ઉદ્ધાર કરો. આપ તેમાંથી મુજનો ઉદ્ધાર કરવા સમર્થ છો. તેથી હું વારંવાર આપને નિવેદન કરું છું. તમે જ દયાળુ છો. તમે જ પ્રભુ છો અને તમે જ રક્ષક છો. તેથી મોહરૂપ શત્રુ દ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની પાસે પોકારીને કહું છું... આ હું અને તે કર્મરૂપી શત્રુ બન્નેય આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો, કારણ કે સજ્જનનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે.’’
ભગવાનની કોર્ટમાં હાજર થયા. કોણ ? આચાર્ય ભગવાન અને પેલાં કર્મો અને એમાં મોહનીય આગળ. આચાર્યદેવ કહે છે કે અમારા બેમાંથી જે દુષ્ટ હોય એને તમે કાઢો, કારણકે આપ ન્યાયના પુરસ્કર્તા છો. જો હું જૂઠો હોઉં તો મને બહાર ફેંકી દો અને આ જો મોહનીય કર્મ જૂઠું હોય તો એને બહાર ફેંકી દો; કારણકે હું એની સાથે Independantally લડી શકું એટલી મારી તાકાત નથી. એટલે આપ અમારા બેની લડાઈનો ફેંસલો કરો.
કૃપાળુદેવે ‘શ્રી પદ્મનંદિપંચવિંશતિ’ને ‘વનશાસ્ત્ર’ (વનવાસી શાસ્ત્ર) એવું ઉપનામ આપ્યું છે. લગભગ ૧૩મી સદીમાં થયેલા, મહાનિશ્રંથ તપોધન શ્રીમાન પદ્મનંદિ આચાર્ય ભગવાન આમ ભગવાનને વિનવે છે ! વિચારવું. જો તમે એમનાથી મોટા હો તો જુદી વાત છે. જે મનુષ્ય પોતાને આચાર્યાદિથી મોટો માનતો હોય એને વિષે આપણે કાંઇ
Jain Education International
For Private & Personal Use Only
પ્રાર્થના
૫૩
www.jainelibrary.org