________________
૧. સામાન્ય ભૂમિકા
- “હું આત્મા છું, અહીં જે વિષય વિચારણામાં લેવાનો છે તે છે ‘પ્રાર્થના. આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” ‘પ્રાર્થના'ને શાસ્ત્રોમાં જે નવ પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે, તેમાં સાતમાં પ્રકારની ભક્તિ “લઘુતા”નો પેટાવિભાગ ગણી શકાય.
સાધનાના દીર્ઘકાળમાં અનેકવાર સાધકને નિરાશા સાંપડે છે. ઘણો સમય એવો આવે છે કે જ્યારે સાધક નિરાશ થઇ જાય છે, હતાશ થઇ જાય છે. તે વખતે તેને એમ લાગે છે કે હવે આગળ તો નહીં વધી શકાય પણ જયાં છું ત્યાં ટકી રહેવામાં પણ મુશ્કેલી લાગે છે. આવા સમયે “પ્રાર્થના સાધકને પરમ અવલંબન રૂપ છે, પરમ ઉપકારી છે. માટે વિવેકી મનુષ્યોએ વારંવાર પ્રાર્થનાનો સમ્યક્ પ્રકારે ઉદ્યમ કરવો; જેનાથી અનેક પ્રકારના વિઘ્નો દૂર થઈ જાય છે અને આત્માને આગળ વધવાનું સરળ થઇ જવાથી ઉત્સાહ વધી જાય છે. પ્રાર્થના શબ્દ શેમાંથી આવ્યો છે?
“શબ્દાન્વયની અપેક્ષાએ વિચારીએ તો પોતાના પ્રકૃષ્ટ અર્થ (પ્ર + અર્થ)ની સિદ્ધિ માટે જે કાંઈ કરવામાં આવે તે પ્રાર્થના ગણી શકાય.”
આપણા જીવનનું ધ્યેય શું? સામાન્ય મનુષ્યને માટે ચાર પ્રકારના પુરુષાર્થ કહ્યાં છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
પરંતુ અહીંયા તો વિશેષ મુમુક્ષુ માટે એ ચારમાંથી ઉત્તમ પુરુષાર્થ કયો ? એ ચારેયમાં શાશ્વત આનંદની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કયો? તીર્થકરો અને ઋષિ-મુનિઓ જેની ભલામણ કરે છે તે પુરુષાર્થ કયો? તીર્થંકરે જે સિદ્ધ કર્યો છે તે પુરુષાર્થ કયો ?
પ્રાર્થના તો તે મોક્ષ છે. આપણી સંપૂર્ણ નિર્મળ અને સંપૂર્ણ જ્ઞાનાનંદથી ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org