________________
આપણે આખો દિવસ ફરિયાદ કરીએ છીએ કે, ‘સાહેબ ! આ લોકો મને માન નથી આપતા, આ લોકો મારું કહ્યું માનતા નથી, આ લોકો કોઇ સારા નથી, મારી તબિયત સારી રહેતી નથી, છોકરો મારું કહ્યું માનતો નથી, છોકરો અને એની બા એક થઇ ગયા છે.’ ‘ભાઇ ! દુઃખ તો બધાને છે. દુ:ખના સંજોગ તો બધાને છે. Make it subordinate. ડીપ્રેશન આવી જાય પણ ડીપ્રેશન લાવવું નહિ. પ્રસન્ન રહો. પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. મહાપુરુષોનું સ્મરણ કરવાથી, તેમના જીવનપ્રસંગોને યાદ કરવાથી આત્મબળ વધે છે... પરમકૃપાળુદેવ ‘મોક્ષમાળા'ના ૧૩મા પાઠમાં જણાવે છે કે તલવાર લેવાથી જેમ શૂરાતન ચઢે છે અને ભાંગ લેવાથી જેમ નશો ચઢે છે તેમ ભગવાન આચાર્યો અને મહાન સંતોની પરમજ્ઞાન-આનંદ સ્વરૂપ મૂર્તિના કે ચિત્રપટના ભાવપૂર્વક દર્શન કરવાથી અથવા તેમનું સ્મરણ કરવાથી આપણને પણ સાધના માટેની પ્રેરણા મળે છે.
‘દીઠો સુવિધિ જિણંદ, સમાધિરસ ભર્યો હો લાલ.'' ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિનું વીસર્યો હો લાલ.'’ —શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ સ્તવન એકલા ભગવાનની વાત નથી. એ પ્રમાણે સંતપુરુષોની વાત સમજી લેવી. વર્તમાનકાળમાં સંતપુરુષોને વિશેષ યાદ કરવાં, કારણ કે ભગવાન જેટલું બળ આપણી પાસે નથી. એટલે આ કાળમાં થયેલા જ્ઞાનીઓ આપણને વિશેષ ઉપકારી છે એ અપેક્ષાએ. આપણે એમ કહીયે કે ભગવાન ૧૭૫ દિવસના ઉપવાસ કરતાં. પણ અત્યારે આત્માને એટલું ઉપકારી નથી, કારણ કે આપણે ૧૭૫ દિવસના ઉપવાસ કરી શકતા નથી અને કદાચ લાંઘણ કરે તો વચ્ચે મૃત્યુ આવી જાય અને કદાચ ન આવે તો પણ એમને કેવળજ્ઞાન પ્રગટ થયું એ આપણને
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.
પ્રાર્થના ૧૨૧
www.jainelibrary.org