________________
આપ
- “હું આત્મા છું, એવું છે. “સાહેબ ! તમને બાવાઓને શું ખબર? બંગલે આવજો સૌનો મિત્ર છું.”
તો ખબર પડે કે હું કોણ છું ! મોટા પ્રધાનો મારે ઘેર આંટા ખાય છે !' “અરે ભાઈ એ બધું પુણ્યનું કારણ છે. એ કાંઈ તારો આત્મા નથી. સત્ય સમજવું હોય તો પરમાત્માનું જીવનચરિત્ર વાંચવું.' કદાચ તું એમ કહે કે “એ પુરાણમાં તો બધા ગપ્પા માર્યા હોય ! આ બધા ભગવાન - તીર્થકર બધુ ઠીક' “અરે ભાઈ ! તને પુરાણની વાત માફક ન આવતી હોય ને તો રાજચંદ્રજીની કથા વાંચી જજે. દરરોજનો લાખો રૂપિયાનો વેપાર કરતા હતા. તો પણ ઘરાક આમ મોઢું ફેરવે એટલે એ પણ પોતાનું મોઢું ફેરવીને પોતાના આત્માના જ્ઞાનની વાતો અને આત્માની ભાવના કરવા બેસી જાય અને થોડા દિવસ થાય એટલે મોહમયી (મુંબઇ)ના મોહમાંથી છૂટવા માટે ઇડર, કાવીઠા, ખંભાત, ઉત્તરસંડા વગેરે સ્થળોએ એકાંત સાધના કરવા જતા કારણ કે તેઓ જાણતા હતા કે હીરા-માણેક-મોતીનો વ્યાપાર વગેરે આત્માને સુખ દઈ શકતા નથી.”
હીરા-મોતી વગેરેનું મમત્વ પથરા થઇને મોક્ષના માર્ગમાં વચ્ચે ચડશે. માટે એનો બહુ પરિચય કરવો નહિ. બીજા ન જાણે એવી રીતે પાપ કરવાની વૃત્તિ મારા - તમારા સૌની અંદર થોડી ઘણી પણ અથવા વધતા-ઓછા અંશે -રહેલી હોય તો એ આપણે કાઢી નાખવી કારણ કે, ભગવાનથી આપણે કાંઈ છુપાવી શકતા નથી.
“જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઈ સદ્ગુણસંપન્ન થવાનો છે. જેનો આ નિર્ધાર દઢ થયો છે, તેણે સગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દોષ નહીં કરું.’
આનું નામ વ્યવહારચારિત્ર, આનું નામ સંકલ્પબળ. જે
પ્રાર્થના
૧ ૧ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org