________________
બોલાવી લે તો સારું. મને તો જરાય હવે ગમતું નથી.' અરે "હું આત્મા છું. ભાઈ ! એ કાંઇ આપણા હાથમાં નથી અને Law પણ Mercy
આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” killing allow નથી કરતો. કોઈ કહે “સાહેબ ! આના કરતાં કોઇને કહોને મને ઝેર જ આપી દે !” કોઈ આપે નહિ. આપનાર કાયદાની દષ્ટિએ ગુનેગાર બને છે. તમારી દુનિયાનો કાયદો પણ આત્મહત્યાને સ્વીકારતો નથી, તેમ સર્વજ્ઞ ભગવાન પણ આત્મહત્યાની ના કહે છે.
જ્યારે સંલેખના* લઇએ ત્યારે પણ “મને બહુ દુઃખ થાય છે હવે, હે ભગવાન ! હું મરી જાઉં તો સારું. તે વખતે એવા ભાવ થાય તે સંલેખના વ્રતનો અતિચાર (દોષ) છે. ‘હું જીવું તો સારું તે પણ સંલેખનાનો અતિચાર છે. બીજા મિત્રો બહુ યાદ આવે એ પણ અતિચાર છે. જીવન સુંદર જીવીએ તો મૃત્યુ સુંદર આવે. જો મૃત્યુ સુંદર ન આવ્યું તો આચાર્ય ભગવાન કહે છે કે, તે સાચો ધર્મ કર્યો નહોતો. મૃત્યુ વખતે હાય વોય કર્યા કરે, કહે કે “ડૉક્ટરોને બોલાવો, તમે લોકો અક્કલ વગરના છો ! મારી કાંઈ સેવા કરતા નથી ! શું બાઘા જેવા બેઠા છો ? મારું દર્દ મટાડી દો.”
“હે ભાઈ ! આવું ન કરવું. તમે શું ધર્મ કર્યો ? ધર્મનું ફળ તમારા જીવનમાં દેખાવું જોઇએ. કોઇવાર વેદના થાય તો પણ પરમાત્માને યાદ કરવા અને અંતરમાં વિચારવું કે “આ તો મારા પૂર્વે કરેલાં કર્મોનું ફળ છે. તે આત્મા ! તમે જરા સમભાવ રાખો, થોડી ધીરજ રાખો, થોડી સહનશીલતા રાખો. દુઃખ આવ્યું તો શું થયું? તે પણ જતું રહેશે. તે કાયમ રહેવાનું નથી.” એમ વિચારીને પોતાના આત્માને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
* ખાસ સંજોગોમાં, ગુરુઆજ્ઞા પ્રમાણે સ્વૈચ્છિક રીતે દેહત્યાગ કરવાની એક સાધનાપદ્ધતિ
પ્રાર્થના ૧૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org