________________
* સૌનો મિત્ર છે
“હું આત્મા છું, મદ, દોષ, કુટિલતા, ઇર્ષા વગેરે. આપણા જીવનમાં સવારથી આપનો સેવક છું,
સાંજ સુધીમાં જે જે દોષ થાય છે તે તે દોષ આપણે સાંજે જોઈ જવા અને આપણા જીવનમાંથી વિસર્જિત કરવા.
હે ભગવાન ! મેં આજે ક્રોધ કર્યો. હે ભગવાન ! મેં આજે લોકોની નિંદા કરી. હે ભગવાન ! હું જૂઠું બોલ્યો. હે ભગવાન ! મેં બીજા લોકોને છેતર્યા.
હે ભગવાન ! મેં એવા એવા ખોટા વિચારો અને ખોટા પાપના કામ કર્યા. હવે આવા પાપ હું નહિ કરું.
- “હે ભગવાન ! હું ભૂલી ગયો એમ સાચા હૃદયથી જે પ્રાર્થના કરે છે અને બીજી વખતે એ પાપ કરવાનો પ્રસંગ થાય ત્યારે તરત જ યાદ આવે છે કે અરે ! મેં તો ભગવાન સમક્ષ આની આલોચના કરી છે. હવે હું બીજી વાર આવું પાપ ન કરું. ભૂલથી થઇ ગયું તે થઇ ગયું. કેવી રીતે ? નાનું બાળક હોય તે કોકવાર તમે આઘાપાછા હો અને ભૂલથી સળગતા કોલસાને અડી ગયો હોય પછી તમે શું કહો છો ? “ઉ... ઉ... ભઇલા ! ઉ.. ઉં...” એટલે એ પણ તમને કોઈ વાર શિખામણ દે, “મમ્મી ! ઉ... ઉ... મમ્મી ! ઉ. ઉ... મમ્મી ! તું એને અડતી નહિ. ચીપિયાથી પકડજે.” મમ્મીને ચાર વર્ષનો બાબલો શિખામણ આપે !
જે દોષો આપણે પ્રાયશ્ચિત્તમાં ભગવાનની સાક્ષીએ વિસર્જિત કર્યા હોય, એ દોષ કરવાની બીજી વાર પ્રસંગ આવે ત્યારે વિચારવું કે “ભગવાનની સાક્ષીએ આ દોષો મારા જીવનમાંથી મેં વિસર્જિત કર્યા છે. મારે એ દોષનો પ્રસંગ કરવો
નથી.” આમ, વારંવાર મહાપુરુષો પોતાના જીવનમાંથી સર્વ ૧૦૬ દોષોને કાઢીને ઉત્તમ ચારિત્રને પ્રાપ્ત કરે છે. મહાવીર ભગવાન
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org