________________
પણ આમ કરતા હતા. ચાર જ્ઞાનના ધારક, દીક્ષા લીધા પછી આ કાર્ય કરતા હતા ! ‘કેવી રીતે ? કોણ એમના ગુરુ' ગુરુ એમને નહોતા. તેઓ સ્વયંબુદ્ધ હતા. છેલ્લા ભવમાં તેમને ગુરુ હોતા નથી. તો ભગવાનની સાક્ષીએ કરતા હતા. મુનિમહારાજને દ્રવ્યપૂજા ન હોય. કારણ કે એ મોટા થઇ ગયા. ‘તમારો ૨૫ વર્ષનો દીકરો છે. તે તમારી આંગળી પકડીને ચાલે ?’ ‘સાહેબ ! એટલો મોટો બાબલો તો મારી આંગળી પકડતો હશે ? એને કાંઇ જરૂર નહિ. હવે તો એ પોતાની જાતે ચાલતો થઇ ગયો.' મુનિ મહારાજ મોટા છે. એમને કંઇ ચંદન વગેરે દ્રવ્યોની જરૂર નથી. ચિંતનમાં, ધ્યાનમાં બેસે તો અલ્પ પ્રયત્નથી એમને પરમાત્માનું ધ્યાન લાગે છે, શુદ્ધાત્માનું ધ્યાન લાગે છે. એવા મહાન પરમ યોગ્યતાવાળા મુનિજનો છે. ભગવાન પણ આવું કરતા હતા. તો આપણે તો કરવું જ જોઇએ ને ! ભગવાન જ્યારે મુનિ હતા ત્યારે બારેય પ્રકારના તપ કરતા હતા ને લોકો એમ કહે છે કે ભગવાન તો એકલા ઉપવાસ કરતા હતા ! એકલા ઉપવાસ કરે તો કામ થાય ? બારેય પ્રકારના તપ ભગવાન કરતા હતા પણ એમાં મુખ્ય તો ધ્યાન હતું. ધ્યાન અને કાયોત્સર્ગ બે મુખ્ય હતા અને સાથે સાથે બીજા બધા તપ પણ કરતા હતા. પણ લોકો તો કહે છે કે મહાવીર ભગવાને ૧૭૫ દિવસના ઉપવાસ કર્યા એ સૌથી મોટું તપ છે. પણ ભગવાને આત્માનું ધ્યાન કરીને સમાધિ દ્વારા બધા કર્મો બાળી નાખ્યા એની લોકોને ખબર નથી; કારણ કે લોકો તો બહારની ચેષ્ટા જુએ પણ માંહ્યલો જે કરે છે તે વધારે અગત્યનું છે.
“ધ્યાન ધરીને એકલા ઊભા ચોવીસમા જિનરાજ, કર્મ ખપાવવા તપસ્યા કરે છે, ઘોર જંગલની માંય; કે ઊભા ચોવીસમાં જિનરાજ.”
Jain Education International
For Private & Personal Use Only
આત્મા છું,
“હું ૨ આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.’’
પ્રાર્થના
૧૦૭
www.jainelibrary.org