________________
હું આત્મા છે. મહાપુરુષો કહે છે કે ભગવાન ! મારામાં કોઈ લાયકાત નથી આપનો સેવક છું, તો પણ હું તમારો છું. એટલે તમારે શરણે આવ્યો છું. પ્રેમનો સૌનો મિત્ર છું.”
માર્ગ જગતના જીવોના જ્ઞાનનો અને બુદ્ધિનો વિષય નથી. “એ મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા.” તું કલેક્ટર છે, કમિશનર છે, કરોડપતિ છે, ઉદ્યોગપતિ છે, એ બધું તારું અહીંયા કામમાં આવે એવું નથી. પ્રેમનો માર્ગ જુદો છે. તે તો ચંદનબાળાને પ્રાપ્ત થાય, તે તો શબરીને પ્રાપ્ત થાય, તે તો વિદુરને પ્રાપ્ત થાય. હે પ્રભુ ! અંતરના પ્રેમની વાત જુદી છે.
તમારો બાબલો ૩-૪ વર્ષની નાની હોય, તે બરાબર તૈયાર થઈને, આખમાં આંજણ આંજીને, પાવડર બરાબર લગાવીને, નવા કપડાં પહેરીને આવે તો જ તમને ગમે ? “ના... ના.. સાહેબ ! હું તો એને ઉઠાડું ત્યારે તો એના વાળ તો બધા વિખરાઈ ગયા હોય અને ગમે તેવો હોય તો પણ મારો બાબલો મને વહાલો હોય.” હે મા ! જો તને તારો બાબલો ગમે તેવી સ્થિતિમાં વહાલો લાગે છે તો જે ત્રિલોકના નાથ એવા પરમાત્માને સાચો ભક્ત લૂલો, લંગડો, બહેરો, મૂંગો, આંધળો, ગરીબ... ગમે તેવી હોય તો પણ પ્રિય છે. “સબસે ઊંચી પ્રેમ સગાઇ.” માટે...
“ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.”
આપણે બહુ સારા તૈયાર થઇને, સોનાની થાળી લઈને, બદામ અને ચોખા લઈને જઈએ તો ભગવાન રાજી થાય ? “હાલતો થા, હાલતો. તું શું બતાવવા આવ્યો છું ? સોનું બતાવવા આવ્યો છું ? તારા કપડાં બતાવવાં આવ્યો છું?" ભગવાન તો કહેતા નથી, ભગવાન તો વીતરાગ છે. પણ
આપણે સમજી જવાનું અને કવિ તો ભગવાનનાં મોઢામાં શબ્દો પ્રાર્થના
મૂકે પણ ખરા !
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org