________________
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
ઘટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ.. પૂજારી પાછો જા.”
આપણે બધુંય લઈને જઈએ છીએ પણ અંદરમાં પ્રેમ નથી તો ભગવાન કહે છે, “ભાઈ ! તું જેમ આવ્યો તેમ ચાલ્યો જા. અમે તો તારી કોઇ વસ્તુનો સ્વીકાર નથી કરતા. જો સાચો પ્રેમ છે તો અહીં બેસી જા અને પ્રેમ નથી તો તારી બધી વસ્તુઓ પાછી લઈ જા. અમને તે નથી જોઇતી.” છે તો અઘરી વાત. વળી, આપણો સમાજ વર્તમાનમાં વેપારી છે. વેપારી Calculation કરે અને વીતરાગના માર્ગમાં માથું ન મૂકે તો એનું કામ નહિ. જે calculation કરે એને મોક્ષનો માર્ગ મળતો નથી. કૃપાળુદેવ કહે છે કે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તેને તીવ્ર મુમુક્ષતા કહીયે છીએ. માટે વિચારવું. જેનું લક્ષ દુન્યવી નફા પર હોય, કમિશન પર હોય તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થતો નથી. જ્ઞાનીઓ તો કહે છે,
“જાચુ નહિ સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી; બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી.”
–કવિવર બુધજન કૃત શ્રી દર્શનપાઠ જયાં કોઇપણ સાંસારિક માગણી છે ત્યાં પરમાર્થ મોક્ષમાર્ગ ટકતો નથી. સંસારના કોઇપણ સુખની માગણી નહીં કરે, તો બધુ સંસારનું સુખ પણ મળશે, પણ જો માગીશ તો ઓછું મળશે. તો અહીંયા કહે છે, આપના શરણે મને રાખો. હવે શ્રી દૌલતરામજી ‘દર્શનસ્તુતિ'માં કહે છે,
“ત્રિભુવન તિહું કાલ મંઝાર કોય, નહિ તુમ બિન નિજ સુખદાય હોય;
પ્રાર્થના ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org