________________
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુઃખ જલધિ ઉતારન તુમ જિહાજ.”
આપણું સર્વોત્કૃષ્ટ શ્રેય શેમાં છે? આપણને ઉત્તમ પદવી કોણ આપી શકે એમ છે? આપણને સાચા સુખની પ્રાપ્તિ ક્યારે થશે? અહીંયા ભક્તજન, મહાન જ્ઞાની શ્રી દૌલતરામજી કહે છે,
“હે પરમાત્મા ! આ સંસારરૂપી સાગરમાંથી પાર ઉતરવા માટે આપના જેવું બીજું જહાજ આ વિશ્વમાં છે નહિ, એવો મારા અંતરમાં નિશ્ચય થયો છે.” શ્રીમદ્ રાજચંદ્રજી પત્રક ૨૫૪ માં કહે છે, “સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગપ્રાપ્તિ'ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનર્ણય.”
અજ્ઞાની જીવ કહે છે કે મને જેમ મજા આવે એમ હું કરું. કોઇકવાર હું ગુલાબજાંબુ ખાઉં, પછી નવી સાડીઓ પહે, પછી નવા સૂટ પહેરું, પછી વળી હેલિકોપ્ટરમાં ફરું, પછી પાછો બગીચામાં ફરવા જાઉં, પછી વળી કૉફી પીવા જાઉં, પછી વળી છોકરા રમાડું, અને કોક વાર પૂજા પણ કરું. ભગવાન કહે છે કે નિર્ણય કરો કે આમાંથી તમારા આત્માને કલ્યાણકારી શું છે ? અને જે કલ્યાણકારી છે તેના જ માટે પુરુષાર્થ કરો. બીજી વસ્તુઓને બાજુમાં રાખો, ગૌણ કરો. ભલે આ માટે એક વર્ષ લાગે, બે વર્ષ લાગે, પાંચ વર્ષ લાગે, દસ વર્ષ લાગે; પદાર્થનો નિર્ણય કરવો જોઇએ.
ધર્મ તો ઘણા કરે છે પણ એ તો થાય એટલો ધર્મ કરે છે. બધા કહે એ પ્રમાણે ધર્મ કરું. કોઈ કહે આમ કરો એટલે હું આમ કરું છું.” એ પ્રમાણે ધર્મ ન થાય, બે વસ્તુનો ખ્યાલ રાખો.
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org