________________
ખોળામાં. “લોક મૂકે પોક'. મારે કોઈનું કામ નથી, મારે એક “હું આત્મા છે,
આપનો સેવક છું, તમારું કામ છે. તમારી આજ્ઞા મારે પાળવી છે. તમારી શ્રદ્ધા, સૌનો મિત્ર છે.) તમારા ચરણની સેવા, તમારા ચરણની ભક્તિ મારે કરવી છે. આટલા ઉત્તમ કોટીના મહાન યોગીશ્વર કહે છે, “જો કુછ કરનો હોય, કરો પરમાન વહી હૈ.' - આપણને તો ભગવાનની વાણીમાં ય કેટલી ભૂલો લાગે છે !! આપણને ભગવાનના જીવનમાં પણ કેટલીય ભૂલો લાગે છે, એવા આપણે મહાદુષ્ટ ધીઠ છીએ. જયારે અહીંયા આચાર્યદેવ કહે છે કે હે પરમાત્મા ! તમે જે ન્યાય આપો તે માટે માન્ય છે. કેટલા સરળ બાળક જેવા ! આવા મહાપુરુષો જે હોય તે જ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આપણે તો મનમાં કંઇ જુદું, પાછા આપણે કોઇની સાથે વાત કરીએ તો કાંઈ જુદું; પછી વળી કંઇક વર્તન કરીએ તો પણ જુદું !! આવા દંભી અને માયાચારીને કાંઇ પ્રાપ્ત થાય નહિ.
ઉત્તમ આર્જવ (સરળતારૂપી) ધર્મ જેના હૃદયમાં પ્રગટ થયો છે એવા મુનિજન, એવા મહાન ધર્માત્માઓનું ભાવપૂર્વક સ્મરણ કરતાં પણ આપણાં કરોડો પાપો નષ્ટ થઇ જાય છે !!
આચાર્યદેવ પરમાત્માને કહે છે, મેં તો આપનું જ શરણ લીધું છે. તમે જે નિર્ણય આપો તે માટે માન્ય છે. આવું જ્યારે આપણને થશે ત્યારે આપણું કામ થશે.
“પતિતઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર, ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન, કરુણાનિધિ કૃપાળુ હે ! શરણ રાખ હું દીન”
–શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના ‘પ્રાર્થના'નો પેટા વિષય વિશ્વાસ, શ્રદ્ધા ચાલે છે. દ૯)
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org