________________
ભક્તની વાત છે, વિવેકી મુમુક્ષુની વાત છે. જ્યાં સુધી સદ્ગુરુ અને પરમાત્માનું શરણ ન લેવામાં આવે ત્યાં સુધી ભક્તનો અહંભાવ-મમત્વભાવ વિલય પામતો નથી. ‘હું મોટો’ એવી માન્યતા તૂટતી નથી. આપણે હજુ ભગવાનનું ખરું શરણ લીધું નથી !!”
મનમાં તો કહે છે કે “સાહેબ ! મારી તબિયત બગડે તો ચાર ડૉકટરોને બોલાવું, મારા મા-બાપ આવી જાય, બધા છોકરાઓ પણ આવી જાય.....’ ‘એટલે જીવ કોનો વિશ્વાસ કરે છે ?’‘ડૉક્ટરોનો, દીકરાઓનો અને મા-બાપનો.’ ‘તે બધા આવો તો આવો, ન આવો તો ન આવો પણ મારે તો મુખ્ય પરમાત્માનું શરણ છે.' - એમ અંતરમાં જ્યારે નક્કી થશે ત્યારે ધર્મ પરિણામ પામશે. અત્યારે તો “He is banking on the bank balance.' જીવ માને છે કે હું કાંઇ તમારા જેવો લૂખો નથી, મારી પાસે કરોડો રૂપિયા છે ! “તત્ત્વ સમજ ભાઈ ! તું શું કરી શકે એમ છે અને તું શું નથી કરી શકતો, એનો પણ તને ખ્યાલ નથી. જો આયુષ્યની દોરી તૂટે તો કોઇ પણ સાંધી શકે નહિ. ભગવાનનું શરણ લેવાથી મરણ સુધરે અને એકાંતે ડૉક્ટરનું શરણ ગ્રહણ કરે તો મરણ બગડે. માટે ડૉક્ટરની જેટલી જરૂર છે એટલી જ છે. ડૉકટર એટલું જ કરી શકે, એથી આગળ કરી શકે નહિ, એ વિશ્વની વ્યવસ્થા છે. ડૉક્ટરના મા-બાપ મરી ગયા ! ડૉક્ટરના દીકરા પણ મરી ગયા ! જો ડૉક્ટર બધાને બચાવી શકે તો પોતાના મા-બાપને, દીકરાને મરવા દે ? એટલે આપણે અહંભાવ-મમત્વભાવ હજુ ખરેખર કાઢયો નથી.”
“તમે કહો છો એટલે અમે નમસ્કાર કરીએ છીએ. અથવા બધા લોકો એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરીએ તો આપણું સારું થાય એટલે હું ભક્તિ કરું છું !'' તો એમ નથી. ભક્તજન
Jain Education International
For Private & Personal Use Only
આપનો સેવક છું,
“હું આત્મા છું, સૌનો મિત્ર છું.”
/
પ્રાર્થના ૨૧
www.jainelibrary.org