________________
ભક્તનું હૃદય માત્ર ભગવાનને યાદ નથી કરતું; એના ૧ રોમેરોમ પરમાત્માને યાદ કરે છે ! સાચા સંતના રોમેરોમની (આપનો સેવક છું.)
સૌનો મિત્ર છું.) અંદર પરમાત્માનું સ્મરણ હોય છે !! એનો કોઈ સમય હોતો નથી. “સાહેબ ! અમારામાં બે વાર સામાયિક કરવાનો નિયમ.” એ તારી વાત વ્યવહારધર્મની રીતે બરાબર છે. પરંતુ જે સાચા ભક્ત છે તે પરમાત્માને ક્યારે સંભારે ? ત્યારે ભક્ત કહે છે કે હું ક્યારે પરમાત્માને ન સંભારું ? ભક્ત કહે છે કે એવો કોઇ સમય નથી કે જ્યારે ભગવાન મારા હૃદયની અંદર જાજવલ્યમાનપણે સ્મૃતિમાં ન હોય.
“સાવઘવિરત, ત્રિગુપ્ત છે, ઈદ્રિયસમૂહ નિરુદ્ધ છે; સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને.”
–શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી નિયમસાર, ગાથા-૧૨૫ “જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને; સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને.”
–શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી નિયમસાર, ગાથા-૧૩૩ સાધકને આત્મા ક્યારે યાદ આવે ? મોટા પુરુષો છે એમને સતત યાદ આવે, મુમુક્ષુઓને પોતાની શક્તિ પ્રમાણે પોતાનો આત્મા યાદ આવે. આચાર્ય ભગવંત શું કહે છે?
“આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટને; આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.”
–શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા-૨૦૬ | વિશ્વાસ જેનો હોય એ વસ્તુ વારંવાર યાદ આવે છે. માટે આપણે બે બાજુથી હુમલો કરવો. વિશ્વાસ પણ કરવો અને સ્મૃતિ પણ કરવી. વિશ્વાસ કરવાથી સ્મૃતિ થશે અને વારંવાર સ્મરણ કરવાથી એનો વિશ્વાસ પાકો થશે. “શ્રી
પ્રાર્થના સમાધિશતક'માં પૂજ્યપાદ સ્વામી જણાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org