________________
સૌનો મિત્ર છું.
“હું આત્મા છું, સ્વરૂપ જેમણે પોતાના જીવનમાં પ્રગટ કર્યું છે એવા મહાન આપનો સેવક છું, ધર્માત્માઓ અને પરમાત્માઓ - તેમને ભાવપૂર્વક યાદ કરવાં. ‘ભાવ’ આવતો નથી પણ ‘ભાવ’ લાવવો. ‘સાહેબ ! તમે ભગવાન ભગવાન શું કરો છો ?’ ‘ભાઇ ! તને પરમાત્મા નથી ગમતા તો પણ તું પરમાત્મા સાથે પ્રેમ કર.’ એવી સ્પષ્ટ આજ્ઞા ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં કરી છે કે પરમાત્મા સાથે પ્રીતિ ગમે તેટલી વિકટ વાટથી થતી હોય તો પણ તે કરવી યોગ્ય જ છે.
પ્રાર્થના ૧૨૪
“એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિમલજિન, દીઠાં લોયણ આજ.’
—શ્રી આનંદધનજી કૃત શ્રી વિમલનાથ સ્તવન ભગવાનના ગુણગાન ગાવાં. ભગવાનના ગુણગાન અંતરમાં વિચારતાં મન બીજે ભાગે તો મોટેથી બોલવું.
“ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે; હો મલ્લિજિન, એહ અબ શોભા સારી.’’
-શ્રી આનંદધનજી કૃત શ્રી મલ્લિનાથ સ્તવન તમારો બાબલો રીસાઇ જાય ત્યારે તમે એને ખવડાવવા માટે કેટલો પ્રયત્ન કરો છો ? તમે જેટલો પ્રયત્ન કરીને તે બાબલાને તમારું ધાર્યું કરાવો છો, એ પ્રમાણે અહીં કહે છે કે ગમે તેટલો પ્રયત્ન કરીને આ ચિત્તરૂપી - મનરૂપી બાબલો છે એને આપણે મોક્ષમાર્ગ પર લઇ જવા માટે સમજાવવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org