________________
“હે પરમાત્મા ! જે યોગ્ય હોય તે થાઓ.” વળી. એમ કહેવાય આપનો સેવક છું, છે કે, “માગે એની આઘે અને ત્યાગે એની પાસે.” તેમાં સૌનો મિત્ર છું.”
અપવાદ છે તે સામાન્ય અપેક્ષાએ “મોક્ષ' છે. મોક્ષ માગવામાં વાંધો નથી, પરંતુ સાચા ભાવથી માગવો જોઇએ અને ઊંચી દશામાં તો મોક્ષ માગવાની ઇચ્છા રહેતી નથી; મોક્ષની ઇચ્છા તે મોક્ષનો માર્ગ બતાવીને વિલય થઇ જાય છે, માટે એ ઈચ્છા આત્માને નુકસાન કર્તા નથી. નિર્વિકલ્પ સમાધિ અને તેથી ઉપરની દશામાં કોઈ પણ પ્રકારની બુદ્ધિપૂર્વકની ઇચ્છા હોતી નથી.
(૩) જિજ્ઞાસુ : “આ ભક્ત મહદ્ અંશે નિષ્કામ છે કારણકે તે જગતના કોઇ પદાર્થોની ઇચ્છા કરતો નથી; માત્ર પરમાત્મપદની પ્રાપ્તિની તેને ઇચ્છા છે; એ અપેક્ષાએ આ ભક્ત ઊંચી કોટિનો ગણી શકાય.'
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.”
–શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૦૮) જિજ્ઞાસુ તો કોઈ પણ ધર્માત્માને થવું જ પડે છે. કોઇ જીવને જિજ્ઞાસુ થયા વિના આત્મજ્ઞાન થાય એવું કદાપિ બની શકતું નથી.
(૪) જ્ઞાની : “આ સર્વોત્તમ ભક્ત છે. તેણે તો કોઈ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે એમ કહી શકાય. તેની ભક્તિ માત્ર અદ્વૈતુકી છે, નિઃસ્પૃહ છે, અનન્ય છે, પ્રશંસનીય છે. પ્રભુએ તેને પોતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે.”
આપણે વીતરાગદર્શનની પદ્ધતિથી “સામાયિકમાં પ્રાર્થના કરીએ છીએ -
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org