________________
ગુણ છે કે નહિ તે વિચારવું. શરીર બહુ સારું હોય તો સેવા “હું આત્મા છું. કરો. પૈસા બહુ વધી ગયા હોય તો દાનમાં દો અને બુદ્ધિ બહુ આપનો સેવક છું
સૌનો મિત્ર છું.” હોય તો જગતના જીવોને સારી શિખામણ આપો. આમ કરો તો શરીર કામનું, પૈસો કામનો અને બુધ્ધિ કામની કહેવાય. પણ શરીરથી બીજાની સેવા ન કરીએ, પૈસાને પૂરપાટ દાનમાં ન આપીએ અને બુધ્ધિને સાચા માર્ગે ન વાપરીએ તો આપણી ત્રણેય વસ્તુમાં ભગવાન કહે છે, “મેલ એમાં પૂળો.' ‘તારા ડહાપણમાં લાગી લાય રે ઊંઘ તને કેમ આવે?”
–ભક્તકવિ શ્રી ઋષિરાજ હે ભગવાન ! હું અજ્ઞાનથી સંસારમાં આથડ્યો. હવે આપને શરણે આવ્યો છું. આપ મને સ્વીકારો. આપ મને આપના સેવક તરીકે સ્વીકારો - એમ દેવચંદ્રજી મહારાજ કહે
“બુરા જુ દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોજા આપના, મુઝ સા બુરા ન કોઈ.”
–મહાત્મા શ્રી કબીરદાસજી આપણે આખો દિવસ બીજાની નિંદા કર્યા કરીએ છીએ કે આ ભાઈ નથી સારા. આ બેન સારા નથી, આ મહારાજ બરાબર નથી.એમની પોતાની ચર્યા પાળતા નથી. આ પંડિતજીને કાંઈ બરાબર આવડતું નથી વગેરે. આખો દિવસ બીજાની લપ કરીએ છીએ ! મોટા પુરુષોએ એને સૌથી મોટામાં મોટું પાપ કહ્યું છે.
ઉત્તમા સ્વાત્મચિંતા ચા, મધ્યમ મોહચિંતના, અધમાં કામચિંતા સ્યાદ્, પરચિંતા અધમાધમા.”
(૧) ઉત્તમ સ્વાત્મચિંતા સ્યાદ્ - જે પોતાના આત્મતત્ત્વનું ચિંતવન કરે છે તે મહાન ધર્માત્મા છે. ઉત્તમ પુરુષ છે.
પ્રાર્થના ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org