________________
દાસત્વભાવપૂર્વક રહેવું જોઇએ અને જ્યારે તારું ભાગ્ય જાગશે ત્યારે તું અરિહંત પરમાત્મા સમીપ જઇશ. અબજો અબજો જન્મ નાં કોઇ એક જન્મમાં અરિહંત પરમાત્મા સુધી જવાનો યોગ મળે છે પણ યોગ મળે એનો આ જીવ ઉપયોગ કરતો નથી ! “તે કેવી રીતે ? સાહેબ !'' ભગવાનના સમવસરણમાં તું ગયો હતો તો ખરો !! બધાએ કીધું એટલે પણ તું ગયો !! બાર પર્ષદા (બેઠકોની વ્યવસ્થા) પૈકી બહારની પર્ષદામાં હજુ બહાર હતો ત્યાં પેલા સુંદર બાગ-બગીચા જોયા એટલે પછી બેઠો. ગુલાબની, રાતરાણીની બહુ સારી સુગંધ આવે છે ! અહાહા ! સુંદર બગીચા છે ! આપણે બેસો. ભગવાન તો કેટલાય દૂર રહ્યા. પણ આ જીવ વચ્ચે અટકી ગયો. વર્તમાનમાં પણ એવું છે. સંતનો યોગ થાય પણ એ કહે છે કે મારે દીકરા સાથે રહેવા જવું છે, એની બા એમ કહે છે કે હમણાં બે-ચાર મહિના તમે ઘરે રહો... અમારો નવો બંગલો બંધાય છે એનું મારે ધ્યાન રાખવું પડે. મારે Income Taxનું Return ભરવા જવાનું છે... મારે કોર્ટમાં કેસ ચાલે છે એમાં જવાનું છે... મારે ઘર વેચવાનું છે ને એના માટે જવાનું છે... મારે દીકરીના લગ્ન છે એમાં જવાનું છે. There is no end to it. આવું બધું ચાલ્યા જ કરવાનું. ત્યાં સુધીમાં તો “ધંધો કરતાં ઢળશો રે...’ ઓફિસમાં Income Taxની File અને Wealth Taxની File જોતાં કહે કે ‘જરા મને ગમતું નથી. છાતીમાં દુઃખાવો થાય છે. બહુ જ દુ:ખે છે.' અડધો કલાક પછી પેલો પટાવાળો આવે છે ને એકદમ ગભરાઇને કહે છે “શેઠને કાંઇક થઇ ગયું છે...’' શેઠ તો પહોંચી ગયા. નાગનું બચ્ચું થઇને શેઠ બેઠા છે... ! આ મારી-તમારી વાત છે માટે વિચારવું કે આપણે શું ઇચ્છીએ છીએ ? આપણે ખૂબ જરૂરી હોય તેટલુંજ કામ કરવાનું. બિલાડી જેમ પોતાના બચ્ચાને કાળજીપૂર્વક પકડે છે, મા નાના બાળકનું
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.’
પ્રાર્થના
૫૯
www.jainelibrary.org