________________
“હું આત્મા છું, ભગવાનના સાચા માર્ગને એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન,
આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” સાચું આચરણ અને સાચું તપ એને મારે તમારે સર્વ ભવ્ય જીવોએ અનુસરવાનું છે અને ત્યારે જ આપણો આત્મા ઉત્તમ પદને પામશે.’
પ્રાર્થના
૧૧૪
મોક્ષમાર્ગમાં બે મુખ્ય નડતર છે, પ્રતિબંધ છે. આપણા બે મોટા દુશ્મન કોણ છે ? (૧) અહંકાર અને (૨) માયાચાર. જાણે-અજાણે કંઇક કંઇક આપણા મનમાં એવું હોય છે કે હું બહુ મોટો માણસ છું. કોઇ પણ રીતે હોય... બહુ દીકરા હોય એટલે, બહુ પૈસા હોય એટલે, બહુ બંગલા હોય, બહુ ભણેલો હોય, બહુ સ્વરૂપવાન હોય - કંઇકનું કંઇક અભિમાન રહ્યા કરે છે. કંઇ ના હોય તો એમ કહે કે મારા વડદાદા હતા ને તે ભાવનગરના દીવાન હતા ! He wants to establish himself superior to all others around him. સંસ્કાર જે છે એ અંદરમાં કામ કરે છે. ‘આ બધા તો સાધારણ અને હું મોટો. આવી આપણામાં જાણે-અજાણે એક જાતની ભાવના રહ્યા જ કરે છે. એ આપણને આત્મા પ્રત્યે જવા દેતી નથી.
અને બીજું માયાચાર કે ‘હું તો એવો સિફતથી કામ કરું કે કોઇને મારી ખબર ન પડે ! મારી ચાલ કોઇ ઓળખી શકે નહિ ! મારા કરતૂત કોઇ જાણી શકે નહિ !' એવું આ જીવ કલ્પનાથી માને છે. પ્રભુ ! એવું છે નહિ. આપણા કરતૂત આપણે પણ જાણીએ છીએ. ભગવાન પણ જાણે છે અને નિયમથી એનું ફળ મળ્યા વિના ત્રણ કાળમાં રહેવાનું નથી.
“જે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે તેને દોષનું પુનરાવર્તન થતું નથી; અર્થાત્ કદાચિત્ થઇ જાય તોપણ તે દોષની માત્રા અતિ અલ્પ હોય છે.જેમ જેમ ભક્તજન યથાર્થ દીનભાવ ગ્રહણ કરીને, સાચા પ્રાયશ્ચિત્ત સહિત પ્રભુપ્રાર્થનાની પ્રક્રિયામાં આગળ વધતો જાય છે, તેમ તેમ તેના ભાવોની વિશુદ્ધિ થતી જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org