________________
અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિગત “હું આત્મા છું, થાય છે.’’
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’’
આપણું આત્મબળ અત્યારે કેમ ઓછું છે ? કારણ કે આપણે વારંવાર પાપ કર્યા કરીએ છીએ, વારંવાર દોષ કર્યા કરીએ છીએ. ‘દોષ કરીએ તો આત્મબળ ઘટે ?’ ‘અવશ્ય ઘટે. આપણે દોષ કરીએ, પાપ કરીએ, ખોટાં કામ કરીએ, ખોટાં વિચાર કરીએ, ખોટો અભિપ્રાય રાખીએ, તો આપણું આત્માનું બળ ઘટી જાય. જ્ઞાનીઓ તો કહે છે કે કથચત્ નાશ પામે.’ ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' —શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી મોક્ષમાળા, શિક્ષાપાઠ-૬૭ તો ખોટા કાર્યોથી - પાપકાર્યોથી - મોક્ષમાર્ગને બાધક કાર્યોથી, પાછા ફરવા માટે પ્રતિજ્ઞા તે આવશ્યક અંગ છે. એને ચારિત્ર કહેવામાં આવે છે - વ્યવહાર ચારિત્ર અથવા સંકલ્પબળ.
આ વિશ્વના દરેક વર્તમાન ધર્મમાં પણ વ્રત લેવાની પ્રણાલિકા છે, નિયમ લેવાની પ્રણાલિકા છે અથવા એથી આગળ વધીને દીક્ષા લેવાની પણ પ્રણાલી છે. એ દીક્ષા લેતી વખતે એ પ્રમાણે પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે હું આવા પ્રકારે મારા જીવનને મારા વ્યક્તિત્વને પાપમાંથી, ખોટા કામમાંથી, ખોટા અભિપ્રાયમાંથી બચાવીશ અને પરમાત્મા - સદ્ગુરુએ બતાવેલી આજ્ઞાનું આરાધન કરીશ. કોઇ કહે, ‘સાહેબ ! અમે કંઇ પાપ કરતા જ નથી ! અમારે પ્રતિજ્ઞા લેવાની જરૂર જ નથી !' એનો જવાબ મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથામાં ‘બ્રહ્મચર્ય સાધના ભાગ-૨'ના અંતે આપેલો છે કે ‘અત્યાર સુધી હું એમ માનતો હતો કે વ્રત લેવું તે આત્માને બંધન છે પણ હવે હું એમ અનુભવ કરું છું કે વ્રત લેવું એ આત્માને પૂર્ણ સ્વતંત્રતા બક્ષવાની ઉત્તમ રીત છે. વ્રત લીધા પછી હવે હું મારી જાતને સ્વતંત્રતામાં અનુભવુ છું.’ એમણે તો બેરિસ્ટર તરીકે ત્યાં Logic
For Private & Personal Use Only
Jain Education International
પ્રાર્થના ૧૧૫
www.jainelibrary.org