SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.' પ્રાર્થના ૧૧૬ થી સમજાવ્યું છે. તો અહીં કહેવાનો મતલબ એમ છે કે નિયમ લીધા વિના પરમાર્થની સિધ્ધિ યથાયોગ્યપણે થતી નથી. માટે જ્ઞાનીજનો, વિવેકી મુમુક્ષુઓ, સાધકો રૂડી પ્રતિજ્ઞા, રૂડા નિયમ કે રૂડા વ્રતને સ્વેચ્છાએ વિવેકપૂર્વક સંતો પાસેથી ગ્રહણ કરે છે. ‘એમ કરીએ તો શું થાય ?' તો કે ભાવોની વિશુદ્ધિ થતી જાય છે અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિ પામે છે. “પહેલાં પાપપ્રવૃત્તિઓ જોર કરી જતી હતી પણ હવે પોતાની આત્મશક્તિ અને સંકલ્પબળ વધવાથી તે તે પ્રવૃત્તિઓનું જોર ચાલતું નથી. મતલબ કે તેની સાધના હવે માત્રાની અપેક્ષાએ અને ગુણવત્તાની અપેક્ષાએ (both Quantitatively and Qualitatively) વિકાસ પામતી જાય છે અને આમ, ઉપર ઉપરની શ્રેણિઓને સિદ્ધ કરતો થકો તે પરાભક્તિ - અનન્ય ભક્તિ - સમતાભાવને પામતો જાય છે.' પ્રાર્થનાનું અંગ છે તે લઘુતાના પેટાવિભાગ રૂપે છે. લઘુતા એ ભક્તિમાર્ગનું સાતમું અંગ છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા - આ ભક્તિમાર્ગના નવ અંગ કહો કે નવ પ્રકારની ભક્તિ કહો તે છે. જે જીવ પ્રાર્થના દ્વારા અને યોગ્ય સંકલ્પબળ દ્વારા નવા પાપોને રોકે છે તેની સાધના મહાન બને છે. “મુનિ સકલવ્રતી બડભાગી, ભવ ભોગન તેં વૈરાગી, વૈરાગ્ય ઉપાવન માંઇ, ચિંતે અનુપ્રેક્ષા ભાઇ.'' —શ્રી દૌલતરામજી કૃત ‘શ્રી છહ ઢાળા’ મહામુનીશ્વરની એક ઝલકનું પણ જો કોઇને દર્શન થાય તો તેનું જીવન બદલાઇ જાય છે. એવી લોકોત્તર અવસ્થાને તે પ્રાપ્ત થાય છે, જે જગતના જીવોની બુદ્ધિનો વિષય નથી. જગતના જીવો પાસે એવું કોઇ સાધન નથી કે જેથી તે જાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy