________________
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૂક્ષ્મ રાખો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ આવે.
પોતાના દોષ જોવા માટે Electron miscroscope અને બીજાના દોષ જોવા માટે બંધ આંખો. પોતાના દોષ જોવા હોય તો હજાર ગણા મોટા કરો. ભર્તુહરિના નીતિશતક'માં તેઓશ્રી કહે છે કે પોતાના રાઈ જેટલા દોષોને હિમાલય જેટલા મોટા કરીને જોનાર કેટલા? અને બીજાના મેરુ સમાન દોષોને રાઈ જેટલા જાણનાર કેટલા? એવા આ દુનિયામાં બે-ચાર સંતો છે. બાકી બધાય એમ કહે છે કે મારામાં દોષ જ નથી. આપણે બધા શું કહીએ છીએ? “આ બધા નકામા છે અને આ બધામાં કાંઈ આવડત નથી અને મારામાં તો કોઇ દોષ છે જ નહિ !' જયાં સુધી આપણી આવી વૃત્તિ છે ત્યાં સુધી આપણો વિકાસ સંભવ નથી. ‘પણ સાહેબ ! બીજાને બગાડે ને !” “બીજાને બગાડે તે તારે નહિ કહેવાનું ! સંતપુરુષને જઈને કહી આવ કે આ ભાઇ છે તે આવું કરે છે તો ઘણાને મુશ્કેલી થશે, એટલે એનો કોઇ ઉપાય હોય તો કહેજો.” પણ તારે કોઇ મુમુક્ષુને સીધું કાંઈ કહેવાય નહિ. કારણકે એની વિપરીત અસર થશે. સમયે સમયે જીવનમાં કેમ વર્તવું એને માટે આચાર્યદેવે પહેલી વાત પ્રાયશ્ચિત્તની કહી. હવે આગળ...
“ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું.”
–શ્રી રત્નાકરપચ્ચીસી – ૯ પોતે સાચા સાધુ નથી એમ પોતે જ કબૂલ કરે છે. કારણકે જયાં દંભ છે, માયા છે ત્યાં સાચું સાધુપણું હોતું નથી. શ્રાવકપણું પણ ન હોય, તો પછી સાધુપણું તો ક્યાંથી હોય ?
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org