________________
યથાર્થપણે જાણી ભગવાને પોતે માર્ગ આરાધ્યો છે, અનુભવ્યો છે, અને એવો જ આપણને ઉપદેશ્યો છે.
(૪) કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા : આધ્યાત્મિક વિકાસના એક અગત્યના સાધનરૂપ એવી જે આ પ્રાર્થના તેનું અંતિમ ધ્યેય એ છે કે આપણા આત્મામાં રહેલી સર્વ અશુદ્ધિઓ કાયમને માટે નાશ પામે અને આત્મા પરમાત્મા બને. આ કાર્ય કાંઈ સરળ નથી; કારણકે પૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે સમજણપૂર્વક, કોઈ પણ લૌકિક ઈચ્છા વિના પ્રભુ-ગુરુની સંપૂર્ણ અને દીર્ઘકાલિન શરણાગતિ અને સાન્નિધ્ય સ્વીકરાવાની આવશ્યકતા રહે છે.
ઉપરોક્ત કાર્ય તો જ સિદ્ધ થઇ શકે કરેલા (થયેલા) દોષો ફરીથી ન થાય તેની ખૂબ જ કાળજી રાખવામાં આવે, આ માટે સદ્ગુરુની સાક્ષીએ વિસ્મૃતિ કે પ્રમાદની થયેલા દોષ ફરીથી ન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે અને જે કડક શિક્ષા આપવામાં આવે તે સહર્ષ સ્વીકારીને બરાબર પાળવામાં આવે. ગુરુની સમીપે જ જો તેવો દોષ ફરીથી ન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે તો એક અદ્ભુત અને અપૂર્વ દઢતા આવે છે અને ભૂલ કરતી વેળા, જાણે કે ગુરુની દિવ્ય પ્રેરક મૂર્તિ નજર સમક્ષ આવે છે અને સાધક દોષની પુનરાવૃત્તિ કરવામાંથી બચી જાય છે. આમ દોષની પુનરાવૃત્તિ ક્ષીણ થાય છે અને અલ્પકાળમાં કાર્યની સિદ્ધિ થાય છે; પણ આમ થવા માટે નીચેની શરતો પળાવી જ જોઇએ.
(૧) પોતાનો દૃઢ સંકલ્પ.
(૨) સદ્ગુરુનું યોગબળ તેમજ તેમના તરફથી પ્રાપ્ત થતી કૃપાદિષ્ટ.
(૩) શિષ્યની એવી ઉચ્ચ પાત્રતા કે જેથી પોતાના યોગબળ વડે, સદ્ગુરુદેવ, સુયોગ્ય શિષ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.'
પ્રાર્થના ૩૭
www.jainelibrary.org