________________
“હું આત્મા છું, એમાં કાંઇપણ આ જીવને શ્રેયસ્કર નથી.
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
પ્રાર્થના
૧૦
હે પરમાત્મા ! મારા વિષય-વિકાર ટળો.
હે પરમાત્મા ! મારું અભિમાન ગળી જાઓ.
હે પરમાત્મા ! આપની અને આપના ભક્તોની સેવા મને હંમેશાં પ્રાપ્ત રહો - એવી અંતરની માગણી સાચા સંતો અને સાચા જ્ઞાનીઓ કરે છે.
પૂજાને અંતે શ્રી શાંતિપાઠમાં આપણે બોલીએ છીએ કે : શાસ્ત્રાભ્યાસો જિનપતિનુતિઃ સંગતિઃ સર્વદાયૈઃ, સત્તાનાં ગુણગણકથા દોષવાદે ચ મૌનમ્, સર્વસ્થાપિ પ્રિયહિતવચો ભાવના ચાત્મતત્ત્વ, સંપદંતાં મમ ભવભવે યાવદેતડપવર્ગ..
જ્યાં સુધી મને મોક્ષની પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હે પરમાત્મા ! આપના ચરણકમળની ભક્તિ અને સંતોનો સમાગમ આપજો, અને મારું મન વારંવાર આત્મા તરફ ઢળે, મારી વૃત્તિ નિજાત્મા તરફ વળે, ઢળે એવી મને શક્તિ આપજો.
પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખવાં એટલે કે સ્વચ્છંદનો નિરોધ કરવો.
‘સાહેબ ! મને ફાવે એ પ્રમાણે ભક્તિ કરુંને ?' તો ‘એમ નહીં, તને ફાવે એ પ્રમાણે ભક્તિ ન કરાય.’ અત્યાર સુધી શું કર્યું ?
“અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.''
—શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા-૧૫ પોતાને ગમે એવી રીતે નથી કરવાનું પરંતુ સદ્ગુરુ કહે, પરમાત્માની આજ્ઞા હોય તે પ્રમાણે કરવાનું છે. સંતોની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org