________________
ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા
આત્યીતક
શરણાગતિ
(Total Unilateral Unconditional
Enlightened Surrender)નો ભાવ સિદ્ધ થઇ શકતો નથી.
-
હું વાણિયો, હું પટેલ, હું સ્ત્રી, હું પુરુષ, હું ઘરડો, હું જુવાન, હું ગૃહસ્થ, હું ત્યાગી, હું ગોરો, હું કાળો, હું પૈસાવાળો, હું ગરીબ... આવા બધા અજ્ઞાનનિત ભાવો મનમાં ચાલે છે. આવી માન્યતા અંતરમાં હોય તો ભગવાનની તરફ જઇ શકે નહીં. એટલે ભગવાનનું સાચું શરણું ગ્રહણ કરી શકતો નથી.
અજ્ઞાનનિત એટલે ખોટું અભિમાન નુકસાનકર્તા છે પરંતુ સાચું ‘અભિમાન' આવે તો કલ્યાણકારી છે. સાચા અભિમાન વિષે, મહાપુરુષો કહે છે :
“હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે, કંઇ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે !'' —શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા ૩૮ “છું એક, શુદ્ધ, મમત્વહીન હું જ્ઞાનદર્શન પૂર્ણ છું, એમા રહી સ્થિત, લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું.’’
૭૩
--શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા
જેને સાચું ‘હું’ પ્રગટે એ ‘અર્હમ્’ થઇ જાય. ‘અહમ્’માંથી ‘અર્હમ્’ થઇ જાય. ‘અહમ્’માંથી ‘અર્હત્' થઇ જાય. આપણે ખોટું ‘હું’ દરરોજ ભૂસવાનું છે.
પ્રપન્નતા શબ્દનો અર્થ આત્યંતિક શરણાગતિ થાય છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
–
“તું ગિત તું તિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે.’’
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.’
પ્રાર્થના ૪૩
www.jainelibrary.org