________________
આપનો ૨
હું આત્મા છે. કોઇ દિવસ પગે લાગ્યો નથી, તો વળી તમે તો પરમાત્મા,
સાધુ-સંતોને પગે લાગવાનું કહો છો ! હું દુનિયામાં કોઈને પગે સૌનો મિત્ર છું.”
લાગતો નથી !” “ભઇલા ! તું આ ભવમાં ભલે કોઇને પગે ન લાગ્યો તો પણ સત્પરુષોને પગે લાગવા જેવું છે.” આપણે ભગવાનને વંદન કરીએ, ભગવાનને ભાવપૂર્વક પગે લાગીએ તો શું થાય તે વાત “સામાયિક પાઠ'માં જણાવે છે,
“જાકે વંદન થકી દોષ દુઃખ દૂરહિ જાવે, જાકે વંદન થકી મુક્તિતિય સન્મુખ આવે; જાકે વંદન થકી વંદ્ય હોવે સુરગનકે, ઐસે વીર જિનેશ વંદિહો ક્રમયુગ તિનકે.”
(૧) જે જીવ પરમાત્માને ભાવપૂર્વક અને તેમને ઓળખીને વંદન કરે છે, તેના બધા દોષ અને બધા દુઃખ નષ્ટ થઇ જાય છે.
(૨) મુક્તિતિય સન્મુખ આવે – મોક્ષરૂપી લક્ષ્મી આપણે લેવા નીકળ્યા છીએ તે સામી આવે છે કે હું તમારા ચરણની દાસી છું !
(૩) દેવો, ઇન્દ્રો, અહમિન્દ્રો વગેરે આવીને સાચા ભક્તને વંદન કરે છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે રત્નકરંડશ્રાવકાચાર’ ૪૧મો શ્લોક વાંચવો.
“કામી ક્રોધી લાલચી, ઈનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ શૂરમા, જાતિ બરન કુલ ખોય.”
–સંત કબીરદાસજી “વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યા રે.”
–ભક્તકવિશ્રી નરસિંહ મહેતા
પ્રાર્થના ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org