________________
મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી, દોય રીઝણનો ઉપાય, સાહમું કાં ન જુએરી. (૨) દુરારાધ્ય છે લોક, સહુને સમ ન શશીરી, એહ દુહવાએ ગાઢ, જો એક બોલે હસીરી. (૩) લોક લોકોત્તર વાત, રીઝ છે દોય જુઇરી, તાત ચક્ર પુર પૂજ્ય, ચિંતા એક હુઇરી. (૪) રીઝવવો એક સાંઇ, લોક તે વાત કરેરી,
શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિ જ ચિત્ત ધરેરી. (૫) —શ્રી યશોવિજયજી કૃત મલ્લિનાથ ભગવાનનું સ્તવન લોકો વાત કરે છે કે આવી રીતે ભગવાનને રાજી કરવા માગો છો ? તો શું કહે છે ?
“શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિ જ ચિત્ત ધરેરી.’
તમારે જે કહેવું હોય તે કહો. મારા પ્રભુને રાજી કરવા માટે જ મારું જીવન છે. એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે જ મારું જીવન છે. આવી ભાવના આપણે કેળવીએ. એમાં પ્રાર્થના આપણને ઉપયોગી છે. પ્રાર્થનાનો માર્ગ આપણે સમજીએ અને આપણા જીવનમાં આપણે એનો પ્રયોગ કરીએ તો આપણા ઘણાં પાપકર્મો બળી જાય, પુણ્ય વધી જાય અને અંતરમાં જો આત્માનો લક્ષ થાય તો સંવર-નિર્જરાની પણ પ્રાપ્તિ થાય. એ જ આપણા જીવનનું કર્તવ્ય છે. (પૂર્વના કર્મો અને કુસંસ્કારો બળી જવા તે)
જ્યારે મનુષ્ય ઘણો પ્રયત્ન કરે અને છતાં પણ આધ્યાત્મિક સાધનામાં આગળ ન વધી શકાય તો શું કરવું ? ભગવાન કહે છે કે નિરાશ ન થવું. નિરાશ થવું એ જ્ઞાનીનો માર્ગ નથી. જિજ્ઞાસા એટલે ભગવાનના માર્ગની શ્રદ્ધા રાખીને આગળ વધવું. જેના અંતરમાં પરમાત્માની મહત્તા અને પોતાની લઘુતા
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.'
પ્રાર્થના
૬૧
www.jainelibrary.org