SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” - - - - - - - - - - કરતા અટકાવવાની માનતા માનતા ના નાના નાના નાના નાના બાળકનારાના - - - કાયદાની કલાકારક માનવા મારી વાત મારામારીના નામ પર રાજ બનાવવાની વાત મારા કામ કરવાની કળા માં માનનારા મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે.” –ભક્ત કવયિત્રી ગંગાસતી ભગવાને ભક્તોને મદદ કરી એટલે પ્રાર્થનાની સિદ્ધિ છે એવો અર્થ ન લેવો. પણ ભક્તોને પરમાત્મામાં અતૂટ શ્રદ્ધા હતી અને તે શ્રદ્ધા મૃત્યુ આવવા છતાં અથવા ઘણું દુઃખ પડવા છતાં ડગી નહિ, એ એમની પ્રાર્થનાની સાધનાની પરમાર્થ સિદ્ધિ છે. જયારે સાધક પોતાની સાધનામાં આગળ વધે ત્યારે શું થાય છે તેનું વર્ણન ‘આઠ દૃષ્ટિની સજઝાયમાં આવે છે, ધર્મ અરથે ઇહાં પ્રાણને જી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દષ્ટિનો મર્મ; મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ.” –શ્રી યશોવિજયજી કૃત આઠ યોગદષ્ટિની સજઝાય, ગાથા-૩ આપણે તો થોડુંક દુ:ખ આવે તો ધર્મ છોડી દઇએ છીએ ! કહીએ છીએ કે મારી તબિયત સારી નથી. એટલે ધર્મ કેવી રીતે કરી શકું ? “ઘરવાળા કહે છે કે હવે સત્સંગ નથી કરવાનો. એટલે હું તો હવે ઘેર જાઉં છું ! સત્સંગ આજથી હું મૂકી દઉં છું !” આ રીતે ધર્મને ન છોડાય. ખાસ કારણસર ઘરે જવું પડે તો જવું પણ સત્સંગ મૂકવો નહિ. ઘરના લોકોને કહેવું કે મારે સત્સંગ જ કરવો છે, અને એ સત્સંગ દ્વારા મારે અસંગ એવું આત્મપદ પામવું છે, એવો મેં નિર્ધાર કર્યો છે. આ બાબતમાં દઢ રહેવું જોઇએ. છોકરો કે છોકરાના પપ્પા કે છોકરાની બા હઠ કરે તો આપણે પણ એમની સામે સત્યાગ્રહ કરવો. તેમને કહેવું કે હું તમારી સેવા કરીશ, તમારું કામ કરીશ, બાકી એથી વિશેષ હું કરીશ નહિ. લોકોનું કહ્યું બધું કરીએ અને સ્વજનોનું કહ્યું કરીએ તો કોઈ દિવસ ધર્મ સારી રીતે થઇ શકે નહિ. e પ્રાર્થના ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy