________________
હું આત્મા છે. અમુક સંપ્રદાયમાં તો મહારાજ કહે કે આટલા નાળિયેર લાવજો, આપનો સેવક છું, આટલી સોપારી લાવજો, આટલી ખારેક લાવજો, આટલા ચોખા સૌનો મિત્ર છું.”
લાવજો, આટલા ઘઉં લાવજો ! પણ ખરેખર તો આપણી પાસેથી ભગવાનને કાંઈ જોઇતું નથી.'
આપણે પ્રેમપૂર્વક પરમાત્માને શરણે જઇએ તો આપણું સર્વોત્કૃષ્ટ કલ્યાણ અવશ્ય થાય. ભલે તમને અત્યારે હું વિચિત્ર લાગું છું. પણ જરૂર માનજો કે કોઈ જીવ સાચા ભાવથી પરમાત્માની ભક્તિ અને પ્રેમપૂર્વક પ્રાર્થના કરે તો દુનિયાની સર્વોત્કૃષ્ટ સંપત્તિ એના ચરણમાં નમે છે ! પરંતુ તે વિવેકી હોય તો એને ગ્રહણ કરતો નથી અને કહે છે કે “હે ભગવાન! મારે કાંઇ જોઇતું નથી. હે પરમાત્મા ! મને કર્મોથી મુક્ત કરો, વિકારોથી મુક્ત કરો. મારા સહજ સ્વભાવનો હું અનુભવ કરું. આપના માર્ગે ચાલી આપના જેવો બનું. મારે બીજું કંઈ પણ જોઇતું નથી.” આવું જે ભક્ત કરે તે દુનિયામાં એક શ્રેષ્ઠ આત્મા છે. મારે, તમારે, સર્વ ભવ્ય જીવોએ આ માર્ગે ચાલવાનું છે અને પરમાત્મા થવા માટેનો ઉદ્યમ કરવાનો છે, એટલે કે મોક્ષ પ્રાપ્તિનો ઉદ્યમ કરવાનો છે. (મોક્ષ એટલે અનંત આનંદ અને અનંત જ્ઞાનવાળી આત્માની દશા)
| | ૐ શ્રી
ગુરુચરણાર્પણમસ્તુ //
પ્રાર્થના ૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org