Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 145
________________ કેવું અયોગ્ય વચન આ જીવ બોલે છે ! કેટલું બધું આત્મા છે. અભિમાન ! મા-બાપ આવ્યા તો પોતે એમને સામે લેવા જવું આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” જોઇએ અને કહેવું કે “બાપુજી-બા ! બહુ સારું થયું કે આપ આવ્યા. મને આપની સેવાનો લાભ મળશે.” એને બદલે આ જીવ કહે છે કે “એમને પણ મારે શરણે આવવું પડ્યું ! કોઇ ભાઇઓએ એમને ન રાખ્યા એટલે મારા બંગલે રહેવા આવ્યા છે !” આવા અભિમાનથી આ જીવ ભરેલો છે. પુણ્યના ઉદયને પોતાનું સ્વરૂપ માને છે. કોઇપણ પ્રકારના પુણ્યનો ઉદય તે આત્માનો સ્વભાવ નથી.' “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ અવસર... –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૭૩૮ “વર્તમાનયુગમાં મહાત્મા ગાંધીજી, સંત વિનોબાજી, મુનિ શ્રી નાનચંદ્રજી તથા મુનિશ્રી સંતબાલજી જેવા બીજા પણ અનેક સંત-ધર્માત્માઓએ સામૂહિક પ્રાર્થનાઓ યોજીને તેને લોકપ્રિય બનાવી છે. આ સાધના માટે અંતરની શ્રદ્ધા અને ભક્તિ સિવાય બીજી કોઈ મોટી સાધનસામગ્રીની કે શારીરિક કષ્ટ વેઠવાની પણ જરૂર પડતી નથી; માટે સહજ-સાધ્ય એવા ભક્તિમાર્ગના આ અગત્યના અંગનો સ્વીકાર કરી ભક્ત-સાધકો પોતાના જીવનને ઉન્નત અને નિશ્ચિત બનાવો એ જ અભ્યર્થના, ઇતિ શિવમ્” “સાહેબ ! મારી પાસે તો થાળી નથી, બદામ નથી, ચોખા નથી, ચંદન નથી, તો પછી કેવી રીતે ભગવાન પાસે જાઉં ?” “કંઈ વાંધો નહિ. ભગવાન કહે છે કે કાંઈ જરૂર નથી. હોય તો લાવજે, ન હોય તો ન લાવતો. પરંતુ “ભાવ” સારા રાખજે. ભગવાનનો ટેલિફોન આવ્યો હતો કે આવી જાતના જ ચોખા જોઇએ ? આવી જાતની જ બદામ જોઇએ ? પ્રાર્થના ૧૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152