Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
View full book text
________________ જીવનની ઉન્નતિના બાર મહામત્રો. 1. પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. 2. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. 3. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયં હલ થઈ જશે. 4. સંપતિનું જતન કરો છો તેટલું જ જતન સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો. 5. આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો; જેથી જીવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે. 6. સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો. 7. તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપ પૂરતી અને આદર દેવાવાળી રાખજો. 8. જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો. તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો. 9. ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર નિયમિત વાંચન કરો. 10. શ્રદ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સળતા માટે પાયારૂપે સ્વીકાર કરો. 11. ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો. 12. પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો, જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે. છે છું , કે હું , * જે | *નંદ Jain Education International www.jainelibrary.org
Page Navigation
1 ... 150 151 152