________________
સૌનો મિ
હું આત્મા છું. પ્રગટે એવી આપણી સમુચ્ચય યોગ્યતા નથી. આપનો સેવક છું,
“કોઈ કહે કે નેમિનાથ ભગવાનની જેમ હું એકદમ ગિરનાર ચઢી જાઉં !” “ન ચઢાય ! હજુ તો પહેલી અને બીજી ટૂંક જાય ત્યાં તો શ્વાસ ચઢી જાય છે !' શ્રી નેમિનાથ ભગવાન પરમપૂજ્ય છે, પરંતુ તેઓનું જીવન આપણને અત્યારે સીધું લાગુ પડતું નથી. આ કાળમાં કોણ થયું? છેલ્લા સો-દોઢસો વર્ષમાં અથવા વર્તમાનમાં કોણ એવું જીવે છે ? કે જેમનું જીવન આપણે અનુસરી શકીએ, જેમના જીવન પ્રમાણે આપણું જીવન બનાવી શકીએ. જેમના જેવું જ્ઞાન, જેમના જેવી શ્રદ્ધા, જેમના જેવું ચારિત્ર આપણે પાળી શકીએ કારણ કે તેઓએ તે પાળ્યું અને તે સંભવ છે. માટે આપણે પણ આપણી શક્તિ પ્રમાણે પાળી શકીએ છીએ.
ભગવાન કહે છે કે, જે થઈ ગયું, તે થઈ ગયું, ભૂલી જાઓ. ગઈ વસ્તુ સોચે નહિ, આગમ વાંછા નહિ.'
તે દોષોની નિંદા કરી લીધી, ગહ કરી લીધી, આત્માના દોષોનું વિસર્જન કરી લીધું; સારી વાત છે. હવે આગળ શું કરવું છે? આગળ તે દોષો પોતાના જીવનમાં ફરીવાર ન આવે તે માટે પ્રતિજ્ઞા કરવાની છે. તે માટે આપણે ભગવાનના શરણે જવાનું છે. પુરુષાર્થ કરવો પડશે. આ વાત મુનિને પણ લાગુ પડે છે. મુનિ પણ મુમુક્ષુ છે. કેવળજ્ઞાન જેમને ન પ્રગટ્યું હોય તે બધા કોઈ અપેક્ષાએ મુમુક્ષુ છે. આ વાત આપણા જીવનમાં ઉતારવાની છે. માટે આપણે – સૌએ એનો પ્રયોગ કરવો પડશે. આમ તો, પ્રભુસ્મરણની ટેવ પાડવી જોઈએ. તને આદિનાથ ભગવાન ગમે તો આદિનાથ, વાસુપૂજય ભગવાન ગમે તો વાસુપૂજય, શાંતિનાથ ભગવાન ગમે તો શાંતિનાથ, મહાવીર પ્રભુ ગમે તો મહાવીર, રામ ભગવાન ગમે તો રામ - તને જે ભગવાન કે સંતો ગમતા હોય તેમને પ્રેમપૂર્વક યાદ કરવાં. તો આપણું હૃદય
પ્રાર્થના ૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org