________________
“રાગ દ્વેષ અવિરતિની પરિણતિ એ ચરણ મોહના યોદ્ધા, “હું આત્મા છું,
આપનો સેવક છું, વિતરાગ પરિણતિ પરિણમતા, ઊઠી નાઠા બોધ્ધા;
સૌનો મિત્ર છું.” હો મલ્લિજિન, એહ અબ શોભા સારી.”
મલ્લિનાથ ભગવાનનું આધ્યાત્મિક વર્ણન એ છે કે, મોહરૂપી મલ્લને જેમણે જીતી લીધો છે એનું નામ મલ્લિનાથ ભગવાન.
(૧) પહેલી વાત તો એ કરી કે સાધક જીવ ઉપર કોક કોક વાર વિષય-કષાય ચઢી બેસે છે. (૨) જ્યારે એવું થાય ત્યારે તેમને ઘણો જ ખેદ થાય છે. જેને પોતાના દોષ, પોતાના કલંક, પોતાના પાપ, પોતાના આશ્રવભાવનો અંતરમાં ખેદ થતો નથી તો એ કેવી રીતે મોક્ષનો પુરુષાર્થ કરવાનો છે?
અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય એમ અંતરમાં પોતાને લાગે છે ? હજુ હું આત્માના અનુભવને પામ્યો નહિ ! શુદ્ધ આત્મજ્ઞાનને પામ્યો નહિ ! આ મનુષ્યભવ તો પૂરો થવાની તૈયારી છે. તે પરમાત્મા ! મને બળ આપો. હે પરમાત્મા ! મને જાગૃતિ આપો.' એમ સાધક ખેદ કરે છે. પોતાનું જોર ચાલતું નથી તો શું કરે છે? એનો જવાબ પણ શ્રી આનંદઘનજી મહારાજે પોતાના અનુભવથી આપ્યો, ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ,”
–શ્રી આનંદઘનજી કૃત શ્રી વિમલનાથ સ્તવન છોકરાઓ કોઈ વાર લડતાં હોય તેમાં કોઈ બહુ દાદાગીરી કરે તો ઓછી શક્તિવાળો છોકરો કહે કે, “હમણાં મારી મમ્મીને બોલાવી લાવીશ, હમણાં મારા પપ્પાને બોલાવી લાવીશ' એટલે બધા ભાગે ! અહીં સાધક કહે છે કે “મારા પપ્પા ત્રિલોકના નાથ છે. તે કામક્રોધાદિ ભાવો, તમારી ઐસી તૈસી ! હમણાં બોલાવું છું મારા સ્વામીને, તમને ઝૂડી નાખશે, બધા ભાગો
પ્રાર્થના ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org