________________
(૨) મધ્યમાં મોહચિંતના - કંઈ કામ કરવું પડે – મારી “હું આત્મા છું, આપનો સેવક છે. આ જવાબદારી બાકી છે, આટલું કામ કરવાનું બાકી છે વગેરે
ચિંતા કરે તે મધ્યમ પુરુષ છે.
(૩) અધમા કામચિંતા સ્યાદ્ - પોતાની અંગત જરૂરિયાતો પૂરી કરવામાં જે રચ્યોપચ્યો રહે છે એ અધમ છે.
(૪) પરચિંતા અધમાધમાં - પણ દુનિયાની જે ચિંતા કરે છે એટલે કે દોઢડાહ્યો થઈને વગર મફતની બીજાના જીવનમાં દખલગીરી કરે છે અને બીજાના દુર્ગુણોને બહાર પાડે છે, બીજાની નિંદા કરે છે એ આ દુનિયામાં સૌથી નીચમાં નીચ મનુષ્ય છે. એટલે આપણે આ કક્ષામાં આવતા હોઇએ તો એમાંથી નીકળી જવું અને ઊંચી કક્ષામાં જવું. તો કબીરજી કહે છે કે, હું દુનિયાને જોવા નીકળ્યો, પછી એક સંત મળ્યા અને તેમણે કહ્યું, “તું અંદર જોને !” તો મેં અંદર જોયું તો લાગ્યું કે અહોહો ! મારા જેવો ખરાબ કોઈ નથી !
શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?”
- શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ર૬૪, ગાથા-૧૯ આપણે સાધના કેમ નથી કરતા ?' “સાહેબ ! મારે સાધના કરીને શું કરવાનું? મારામાં કાંઈ દોષ હોય તો ને !!! જ્ઞાનીઓ કહે છે કે, “અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય પણ આપણી આંખો મોહને લીધે ઉઘડતી નથી. ભક્તોની, સંતોની, જ્ઞાનીઓની ખાસિયત છે કે પોતાના દોષોને ભગવાન સમક્ષ રજૂ કરીને તેમનું આત્યંતિકપણે શરણું ગ્રહણ કરવું.
ઉત્તર ભારતના સુપ્રસિદ્ધ સંત કવિ સૂરદાસજીનું પ્રસિદ્ધ ૧૦૪ પદ છે -
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org