________________
એ તો બધું બદલાયા કરે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, એવું થયા કરવાનું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અજ્ઞાન જે છે, તેનો પ્રલય કરવાનો છે, કોઇ કહે કે સાહેબ ! હું આ દોષ નહિ કરું. એમ નહિ !!! દિવાળીમાં તમે વાસણ માંજોને ! તમે પહેલાનાં જમાનામાં કેવા માંજતા હતા ? હવે તો વાસણ જ ન રહ્યા. ઘરમાંથી હવે પિત્તળ તો જતું રહ્યું. પહેલાં તો નળા ને ગોળી ને ગાગર તે બધું હતું ! આ વાસણને બરાબર લીંબુથી અને આમલીથી માંજો, પછી ત્રણ-ચાર વાર માંજો. પહેલાં તો પેલી બાઇ માંજે, પછી તમે પોતે માંજો, અને પછી વરસાદનું પાણી હોય તેનાથી પાછું બરાબર તેને Rinse કરી નાખો, અંદર અને બહાર, એટલે એક વર્ષ સુધી એના પર ઝાંય પણ લાગે નહિ. પછી કબાટમાં મૂકી દો. પછી કહે કે મારા ઘરમાં તો હું ખૂબ ચોખ્ખાઇ રાખું ! અંતરનો અરીસો જ્યારે એવો ચોખ્ખો થાય ત્યારે ભગવાન આપણને ફુવડ ન કહે. નહિ તો ત્યાં સુધી આપણે બધા ફુવડ છીએ !! આપણા જીવનનું કાંઇ ઠેકાણું છે ? ગમે ત્યારે ખાઇએ છીએ, ગમે ત્યારે પીએ છીએ, ગમે ત્યારે સૂઈ ગયા, ગમે ત્યારે ઉઠવાનું, થોડી ભક્તિ કરી નાખી, થોડો સ્વાધ્યાય કરી નાખ્યો, જરા આમ કર્યું, થોડી વાતો કરી, પતી ગયો દિવસ !! એમ ન હોય ! Time to Time, જે કાર્ય જે સમયે વિવેકપૂર્વક ક૨વાનું છે, તે કાર્યને તે સમયે વિવેકપૂર્વક કરવું એ જ વ્યવહાર ચારિત્ર કહેવાય છે. એના સિવાય કોઇ જ ઉપાય નથી. જે કાર્ય જે સમયે, જે રીતે, જે વિધિથી ઉપયોગપૂર્વક કરવાનું છે, તે કાર્ય કરવું જ જોઇએ. પરંતુ આપણે હજુ ઉત્તમ સાધક નથી, નિયમિત સાધના કરવાથી મનને એકાગ્ર થવાની Training મળે છે અને મન સમજી જાય છે કે ચાલો, સામાયિકનો ટાઇમ થઇ ગયો. ચાલો, ભક્તિનો ટાઇમ થઇ ગયો. ચાલો, ઉઠવાનો ટાઇમ થઇ ગયો. મનને એવી ટેવ પડી જાય છે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે તે પ્રવર્તતું થઇ જાય છે. બસ મોક્ષ એટલો જ છે. મોક્ષ કેટલો ?
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’’
પ્રાર્થના
૮૭
www.jainelibrary.org