________________
હે પરમાત્મા ! ક્ષમા સ્વરૂપી મારું સ્વરૂપ તે મેં કોઈ “હું આ દિવસ ગ્રહણ કર્યું નહિ અને ક્રોધ કર્યો.
આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.' ભમ્યો ભવમાંથી હું વિષયમાતો”
પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગમાં જેને મજા આવે એ અજ્ઞાનનું લક્ષણ છે. “સાહેબ ! ગુલાબજાંબુ ખાવાની ખૂબ મજા આવે. હું ઑફિસથી નીકળું એટલે મેનેજર ફોન કરી દે કે શેઠ નીકળી ગયા છે, એટલે એની બા અને બધા મારા બેડરૂમમાં એરકંડીશન ચાલુ કરી દે. પછી હું ઘેર જઈને આઠ-દસ રોટલી ને ત્રણ-ચાર વાડકા રસ ખાઈને પછી ચાર-પાંચ વાગ્યા સુધી સૂઇ જાઉં. બહુ મજા આવે છે. જુઓ, તબિયત કેવી તાંબા જેવી છે ને !!” “હે ભાઇ ! તારે અને તબિયતને નિશ્ચયથી ખરેખર કાંઇ સંબંધ નથી. ભર યુવાવયમાં જે દગો દઇને ચાલી જાય છે, એવા આ શરીરનો ભરોસો જ્ઞાનીઓ કરતા નથી.” મહાપુરુષો કહે છે કે, અજ્ઞાનની નિશાની શું? આપણે અજ્ઞાની છીએ કે જ્ઞાની, એ નક્કી કરવું હોય તો કોઈને પૂછવા જવાની જરૂર નથી. પોતે નક્કી કરવું. મને ખાવાપીવામાં બહુ મજા આવે, મને પૈસા કમાવામાં જ બહુ મજા આવે, આખો દિવસ છોકરાઓ સાથે રમવામાં બહુ મજા આવે, નવાં નવાં કપડાં પહેરીને ફરવામાં મજા આવે અને પોતાનો જયજયકાર થાય એમાં બહુ મજા આવે તો સમજવું કે અજ્ઞાની છે. જ્ઞાનીને આ બધામાં રસ ન આવે. તેઓ વિચારે છે કે ખાવા માટે જીવતો નથી, જીવવા માટે ખાઉં છું. વટ મારવા માટે કે શૃંગાર માટે કપડાં નથી પહેર્યા. સામાજિક રિવાજ છે અને શરીરના રક્ષણ માટે કપડાં પહેર્યા છે. એમ દરેક બાબતમાં સમજી લેવું. આપણે ચશ્માની સોનાની દશ હજારની ફ્રેમ ન પહેરાય. આપણે લાઇફ ટાઇમ શેફર્સ કે પાર્કર પેન વાપરવાની જરૂર નથી. આપણે ત્રણ રૂપિયાવાળી કે પાંચ રૂપિયાવાળી પેન વાપરવી. “મારી પાસે કરોડો રૂપિયા છે તો શું ૯૯
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org