________________
“હું આત્મા છું,
ચોરી કરું છું ? મારામાં કોઇ દોષ નથી !!' ‘ભાઇ ! જેનામાં આપનો સેવક છું, કોઇ દોષ ન હોય એવા તો મુનિમહારાજ પણ નથી. સર્વ
સૌનો મિત્ર છું.”
દોષથી રહિત તો એકલા પરમાત્મા છે. અઢારેય દોષ ન હોય
એવા માત્ર એક પરમાત્મા છે.'
પ્રાર્થના
૯૮
ભલે આપણને આપણા દોષો દેખાતાં નથી પણ અસંખ્ય દોષો છે ! શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ મહાન ભક્ત છે. ‘વાચક’ નામનું પદ એમને મળેલું છે. લગભગ બસો - સવા બસો વર્ષ પહેલાં ખંભાતમાં તેઓશ્રી થયેલા. કૃપાળુદેવે પણ વચનામૃતમાં એમના ઘણા પદ્ય અવતરિત કરેલા છે. અહીંયા તેઓશ્રી કહે છે કે ‘હું આપનો દાસ છું. ઘણા અવગુણોથી ભરેલો છું, હે દયાના સાગર ! આપ મુજ ગરીબ ઉપર દયા કરજો. હું રાગદ્વેષથી ભરેલો છું. મોહરૂપી વૈરી મને નડ્યો છે અને લોકો કહે છે એમ હું કરું છું પણ સાચો ધર્મ હજી હું કરતો નથી.' આપણી દૃષ્ટિ ક્યાં છે ? લોકો કહે એમ નથી કરવાનું પણ આપણા ‘ભાવ’ સારા થાય એમ કરવાનું છે. લોકો તો એમ જ કહે કે ખૂબ ખાઓ, ખૂબ પીઓ, ખૂબ કમાઓ અને ઊંઘી જાઓ !! જ્યારે કોઇ મળે ત્યારે શું કહે છે ? ‘કેમ સાહેબ ! તબિયત કેમ છે ? ધંધાપાણી કેમ ચાલે છે ? દીકરા-દીકરીનું બધું બરાબર છે ને ?’ પરંતુ કોઇ એવું પૂછે છે કે આજકાલ કયું શાસ્ત્ર વાંચો છો ? કયા સદ્ગુણો કેળવો છો ? કયો નવો નિયમ લીધો ? ક્યાં તીર્થયાત્રા કરી ? લોકો આવું ન પૂછે કારણ કે એમને ધર્મની કંઇ ખબર જ નથી ! એમને લાગે છે કે આવું બધું જે નવરા માણસો હોય અથવા ઘરડાં હોય તે કરે ! એવું છે નહિ. લોકોમાં એવો રિવાજ છે, પણ એ રિવાજ લોકોમાં છે. મુમુક્ષુએ તો લોકો કહે એમ નહિ કરવાનું, એટલા માટે પોતે કહે છે, - લોકની રીતિમાં ઘણુંયે રાતો' - રાતો એટલે એમાં હું રુચિ રાખીને રમ્યો. અત્યાર સુધી શું કર્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org