________________
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.''
પ્રાર્થના ૯૬
આચાર્યશ્રી ભાવના ભાવે છે કે ‘આ ભવમાં એટલા કર્મો કાપી નાખું કે આગલા મનુષ્યભવમાં જેવી દીક્ષા લઉં હજુ ગુરુ તો-દીક્ષા સારી થઇ- એમ કહેતા હશે ત્યાં તો પહેલા સામાયિકમાં કેવળજ્ઞાન !' કેમ ? આગલા ભવનું ભાથું લઇને જ આવ્યા હતા. પૂરા જ કરી નાખ્યા હતા કર્મોને, થોડાક જ બાકી હતા.
એવું પાંડવોએ આગલા ભવમાં કરેલું હતું. એવું ભરત ચક્રવર્તીએ આગલા ભવમાં કરેલું હતું. ‘દ્રવ્યસંગ્રહ’ની બ્રહ્મદેવસૂરિની ટીકામાં આનો વિસ્તાર આવે છે. શિષ્ય પૂછે છે, ‘હે ભગવાન ! આ ઋષભદેવ ભગવાને તો હજાર વર્ષ તપ કર્યું. અને આ પાંડવો, ભરત ચક્રવર્તી અને ગજસુકુમારને તો ફટ દઇને મોક્ષ થઇ ગયો. એવું કેમ થયું ?' ત્યારે આચાર્યદેવ જવાબ આપે છે કે, ‘હે ભવ્ય ! આગલા ભવમાં પોતે ઉત્કૃષ્ટ જ્ઞાન સહિતની તપશ્ચર્યા કરીને પોતાની કર્મરાશિને અત્યંત અલ્પ કરી નાખેલી. તેથી અલ્પકાળમાં સામાયિકની સિધ્ધિ કરીને કૈવલ્યની પ્રાપ્તિ કરી.' આપણે પણ અત્યારે એ પ્રમાણે કર્મોને કાપી નાખીએ તો આગલા ભવમાં આપણે વધારે માથાકૂટ કરવાની બાકી જ ન રહે તેમજ આ ભવમાં પણ આનંદનો અનુભવ થાય, શેષ જીવન આનંદમાં વીતે અને મુખ્ય તો મૃત્યુ મહોત્સવ બને. ધર્મ કરવાથી આગલા ભવમાં સ્વર્ગ-મોક્ષના સુખ મળશે, અત્યારે તો દુ:ખ જ સહન કરવાનું - આવું ભગવાનના માર્ગમાં પરોક્ષ નથી. સાચો ધર્મ કરીએ તો વર્તમાનમાં આનંદનો અનુભવ થાય જેટલા આત્માના આનંદની પ્રાપ્તિ તેટલી પારમાર્થિક સાધના અને જેટલો તેના માટે પ્રયત્ન તેટલી વ્યવહારિક સાધના.
Jain Education International
‘વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું ?' આપણે કોઇની સાથે વાદવિવાદ કરવાનો નથી. એ વાત
For Private & Personal Use Only
www.jainelibrary.org