________________
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર
આ દુનિયામાં જે અનેક મહાન દોષો છે, એમાં બે દોષો બહુ મોટા છે : (૧) અભિમાન અને (૨) લોકોને છેતરવાની જીવનપધ્ધતિ. એક છે “મેં બડા”. જો કે આપણે આવું બોલતા ન હોઈએ તો પણ આપણી આંખો પરથી ખબર પડે છે. ઉપરના દોષો હોય તો આત્મજ્ઞાન તારાથી લાખો ગાઉં દૂર છે.
કેવા ગુણ પ્રગટાવવા જોઇએ ? “શીલ રતન કે પારખું, મીઠા બોલે બેન, સબ જગસે ઊંચા રહે, નિચા રાખે નૈન.”
–શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના
પણ આ વાત આપણે ભૂલી જઇએ છીએ. ડાફોળિયા મારવાની ખોટી ટેવ પડી ગયેલી છે. તેથી નવા નવા કર્મો લાખોની સંખ્યામાં એક એક સેકંડમાં આત્માને ચોંટે છે, એનું આ જીવને ભાન નથી.
જીવ માને છે કે “ભગવાનથી હું છુપાવી દઉં, સંઘથી બધું છૂપાવી દઉં, બીજાથી બધું છૂપાવી દઉં.” પરંતુ
‘દાબી ડૂબી ના રહે, રૂઇ લપેટી આગ”
–શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના
જીવ માને કે હું એકલો જંગલમાં જઈ પાપ કરું તો કોને ખબર પડે ? “ભાઈ ! ભગવાનને બધીય ખબર છે.” વળી, જૈન ધર્મનું અવલંબન લેનારા અત્યારે વાણિયાની community (કોમ) છે. વાણિયામાં માયાચાર વિશેષ હોય એવું કથન સર્વત્ર છે. આપણા સમાજમાં એટલા બધા Differences of opinion અને ગચ્છ, ઉપગચ્છ અને ઉપ ઉપ ગચ્છે છે. દરેકનો સંપ્રદાય જુદો. એક ગુરુ હોય, એના ત્રણ શિષ્યો થાય. એ ત્રણે પાછા ગુરુની હયાતીમાં જ પોતપોતાની સંપ્રદાય સ્થાપે અને પછી પોતાને કહે કે હમ તો સ્વયંબુધ્ધ હૈ, હમારે કોઈ ગુરુ નહિ
પ્રાથના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org