________________
હું આત્મા છું, આપનો સેવક છું, સોનો મિત્ર છું.”
હૈ !! પાછા સાંજના શું બોલે?
‘અપરાધી ગુરુદેવકો, તીન ભુવન કો ચોર'
–શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના
ગુરુનું નામ ગોપવે છે એ ત્રણ લોકની ચોરી કરતાં મોટી ચોરી છે પણ આપણે આવું કરીએ છીએ કેમ ? આપણી જે માયાચારની પ્રકૃતિ છે માટે ભગવાન કે ઘર દેર હૈ મગર અંધેર નહિ હૈ પરંતુ આજકાલ જગતના જીવોને હું આત્મા છું, મને પાપબંધ થાય છે, આ પાપનો ઉદય થતાં મારાં છક્કા છૂટી જશે - એવી પારમાર્થિક શ્રદ્ધા નથી. તેથી તેઓ નીચ કૃત્યો કરતાં અટકતાં નથી અને નીચે જીવન જીવીને અનેક માયાચાર કરે છે. પોતે જ પોતાની જાતને દુ:ખના મહાન ખાડામાં લઈ જાય છે. આપણે હંમેશાં સાવધાન રહીને પાપભાવ આપણાથી ન થાય એની નિરંતર કાળજી રાખવી. કદાચિત થઇ જાય તો તરત ભગવાન પાસે સાચા હૃદયથી માફી માગી લેવી. એ જ આ વિશ્વમાં સુખી થવાનો ઉપાય છે. અંતરનો વૈરાગ્ય નથી અને બહારથી વૈરાગ્ય લીધો છે તો -
‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટિ ઉપાય છે.'
બહારથી ત્યાગે અને અંદરથી ભજે એવા જીવનો મોક્ષમાર્ગમાં પ્રવેશ નથી. તો ધર્મનો ઉપદેશ કોને માટે છે? જે સ્વાધ્યાય કરવાથી પોતાને ફાયદો ન થાય તે સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય અન્યને માટે છે એ તો વ્યવહાર કથન છે. સ્વાધ્યાય તે પોતાના આત્માની શ્રદ્ધા દઢ કરવા અને પોતાને પ્રાપ્ત થયેલું જ્ઞાન પાકું કરવા માટે છે. દુનિયાના લોકોને માટે સ્વાધ્યાય નથી, એવું શ્રી કુંદકુંદસ્વામીએ નિયમસાર’ની છેલ્લી (૧૮૭મી) ગાથામાં કહ્યું છે,
“નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર - સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને.”
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org