________________
- “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
“જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાયથી; ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વ કે માયા તજી.”
–શ્રી કુંદકુંદાચાર્ય કૃત ભાવપાહુડ - ૧૦૬ શ્રી કુંદકુંદાચાર્ય રચિત ભાવપાહુડ એટલે અષ્ટપાહુડ પૈકી એક સૌથી મોટામાં મોટું પાહુડ. આઠ પાહુડમાંથી સૌથી મોટું ૧૬૫ ગાથા પ્રમાણે તે ભાવપાહુડ છે. કારણકે ‘ભાવથી મોક્ષ.
સાહસ અને શિસ્ત વગર સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. આચાર્ય કહે છે, મરી જાઓ તો પણ શિસ્ત રાખો ! શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે હે વત્સ! તારાથી મન-વચન-કાયાથી જો દોષ થઇ ગયા હોય તો તે, શ્રી સદ્ગુરુના ચરણસમીપે જઈને ગર્વ કે માયાનો ત્યાગ કરીને દોષોની નિંદા કર. તારા હૃદયની કિતાબ ખુલ્લી કરી દે. મુનિ મહારાજને તો કાયાથી પાપ બહુ
ઓછા થાય, વચનથી કોક જ વાર થાય, મનથી થઇ જાય કોકવાર. આપણે ગુરુ સમક્ષ જઇને કહેવું, “હે ગુરુદેવ ! હું નીચ છું, હું દુષ્ટ છું, હું પાપી છું, મેં મહાન દુષ્કૃત્યો કર્યા છે.” જો અંતરમાં થયો હોય ૮૦ ટકા દોષ અને ૬૦ ટકા બતાવે તો મહાન પાપ લાગે. ૮૦ ટકા હોય તો પૂરા ૮૦ ટકા દોષ બતાવી દેવો જોઇએ અને જે પ્રાયશ્ચિત્ત ગુરુદેવ આપે તે સહર્ષ આદર સહિત પગે લાગીને ગ્રહણ કરવું જોઇએ. ભલે ત્રણ દિવસના ઉપવાસ હોય તો પણ તે ગ્રહણ કરવા જોઇએ. ત્રણ કલાક ઊભા ઊભા ધ્યાન કરો, આંખ પણ ખોલતા નહિ, એવું પણ કડક પ્રાયશ્ચિત્ત આવે. જેવી જેની યોગ્યતા હોય, જેવો જેનો દોષ હોય એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે તો સર્વ પ્રકારનો ગર્વ અને માયા ત્યજીને આપણે અંતરનું પ્રાયશ્ચિત્ત કરવું, પણ હજુ જીવને તો પોતાની ભૂલોની જ ખબર પડતી નથી !! એટલે કૃપાળુદેવે એક જગ્યાએ એવું કહ્યું કે ઉપયોગ એવો
પ્રાર્થના ૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org