________________
“હું આત્મા છું, ઉપયોગના સ્તરે કરી શકતા નથી. આમ જ ચાલે છે. માટે આપનો સેવક છું, સોનો મિત્ર છે અનંતકાળ સુધી અનંત જીવો સંસારમાં જ રખડવાના છે.
ચારમાંથી કોઇ પણ ગતિ પામે માટે નિશ્ચયથી ઉપયોગ તે ધર્મ.
उपयोगवन्तः खलु भाग्यवन्तः ।
એમ જેના અંતરમાં ખ્યાલ આવી ગયો અને જેણે એનું પારમાર્થિક રીતે અનુસરણ કર્યું તેને આચાર્યશ્રી કહે છે, “હે ભવ્ય ! તારી મુક્તિ હવે કોઈ રોકી નહીં શકે.” જ્યારે આત્મા જાગી જાય ત્યારે કર્મ ભાગી જાય છે અને આત્મા ન જાગે તો કર્મ તેની ઉપર ચઢીને તેનો પરાજય કરશે.
અત્રે તો એટલું જ કહેવું બસ થશે કે પોતાના દોષોનું કથન ખુલ્લા દિલથી કરવું જોઇએ. પૂર્વે થયેલા ઉચ્ચ કોટિના મહાત્માઓ પણ પોતાના દોષોની નિખાલસપણે કથની કરી કેવી કેવી રીતે દોષરહિત થયા છે તે હવે આપણે જોઇએ.
Lives of Great men all remind us to make our lives sublime. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, __ मम वर्तमानु वर्तन्ते मनुष्या पार्थ सर्वशः ।
અમે જે રસ્તે જઇએ તે રસ્તે દુનિયાના મનુષ્યો જાય છે માટે અમારે બહુ ધ્યાન રાખવું પડે કે અમે ખોટે રસ્તે ન જઇએ. જો મહાપુરુષ એક ભૂલ કરે તો બીજા અનેક મનુષ્યો એ ભૂલનું પૂનરાવર્તન કરે છે. માટે મહાપુરુષો કહે છે કે ઉતાવળ ના કરો. જે યથાર્થ છે, જે સમ્યક છે, જે સમીચીન છે, જે સ્વપર હિતકારી છે, તે જ આપણે કરીશું. જે સર્વ માટે કલ્યાણકારી છે, તે જ કાર્ય આપણે કરીશું, એવી જ વાણી આપણે બોલીશું. આ રીતે મહાપુરુષો પોતાના આત્માને સદા જાગૃત રાખે છે. એટલે તેઓ મહાન છે. “શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ પૂજાની જયમાલામાં આપણે બોલીએ છીએ,
પ્રાર્થના ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org