________________
“હું આત્મા છું, “મા IIM થMો માપIUતવો ” ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણું આપનો સેવક છું, સૌનો મિત્ર છે. મન સાધના કરે, આરાધના કરે, એનું નામ જ ધર્મ અને એવો
ધર્મ કરવાથી મોક્ષ થાય જ. ભગવાન સમક્ષ પોતાના દોષોની કબૂલાત કરીને, પરમાત્માની સાક્ષીએ જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે એને નિંદા કહેવામાં આવે છે, અને જ્ઞાની ગુરુ ભગવંતને બધા આપણા દોષ કહી અને પછી જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે એનું નામ ગહ છે. તો વસ્તુ તો એકની એક છે. પરંતુ વચ્ચે ગુરુનું માધ્યમ હોવાથી આપણે વધારે સજાગ રહીએ છીએ.
તમારા જીવનમાં પણ એવું બને છે. જયારે કોઈ એકાએક એવી આઘાતજનક બીના બને અને કોઈ રડે નહિ ને તો એને રડાવવામાં આવે છે. ખબર છે ને? શા માટે રડાવવામાં આવે છે? અંતરમાં ડૂમો ભરાયેલો રહે તો Medical ની દૃષ્ટિથી પણ એને બ્લડપ્રેસર વધી જાય અને કાં તો હાર્ટએટેક આવી જાય, કાં તો લકવો થઇ જાય, ટેન્શન વધી જાય, Emotionally બહુ જ upset થઇ જાય, એટલે પછી શું કરે ? રડે. આંખોમાંથી આંસુ નીકળે... દ... દડ.. તો એટલા માટે એને રડાવવામાં આવે છે કે જેથી આ રીતે અંતરનો ઉભરો નીકળી જાય.
“શ્રી બૃહદ્ આલોચના'માં, “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ', એમ કહીને પ્રાયશ્ચિત્ત કરે છે. ગુણ ગ્રહણ કરવાનો અને દોષ છોડવાનો પ્રયોગ જયાં સુધી નહિ કરીએ ત્યાં સુધી સાધનાકેન્દ્રમાં લાખ વર્ષ રહે તો પણ આત્માનું કલ્યાણ થાય નહિ. ટૂંકમાં, પરમાત્માની સાક્ષીએ પોતાના દોષ પ્રગટ કરીને તેમને જીવનમાંથી વિસર્જિત કરવા એટલે નિંદા; અને ગુરુદેવની સાક્ષીએ પ્રાયશ્ચિત્ત કરી એ દોપોને વિસર્જિત કરવા અને ભગવાન ગહ કહે છે. એ પ્રાર્થનાનો એક પ્રકાર છે.
આત્મશુદ્ધિની આ પ્રક્રિયાનો સિદ્ધાંતમાં વિપુલપણે વિસ્તાર પ્રાર્થના
કર્યો છે ત્યાંથી અભ્યાસીઓએ તેનું અવલોકન કરી લેવું.
८८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org