________________
સ્વાર્થ માટે કરતા નથી. જેનાથી, ભક્તની સાધનામાં ચિત્તવૃતિ સ્થિર થાય, આજીવિકાની ચિંતામાંથી તે મુક્ત થઇ જાય એટલું જ કરાય. બાકી એને બહુ સંપત્તિ આપી દે અને એ સાચો ભક્ત ન હોય તો સંપત્તિમાં જ રોકાઇ જાય અને મોક્ષમાર્ગથી ચ્યુત થઇ જાય. માટે આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. જેમ જેમ ધર્મમાર્ગમાં આગળ વધીએ તેમ તેમ દુનિયાની અનેક પ્રકારની લાલચો, પરીક્ષાઓ આવશે. તો તે વખતે આપણે સાવધાન રહેવું. ભગવાનની પણ આવી કસોટી થયેલી. દરેક ધર્માત્માઓની આવી કસોટી થઇ છે. ભગવાનની તો વિશેષપણે થાય. ભગવાન મહાવીર જ્યારે પોતાની સાધના કરવા જંગલમાં ગયા ત્યારે લોકોએ ભયભીત બનીને કહ્યું,
“જાશો મા પ્રભુ પંથ વિકટ છે, ઝેરભર્યો એક નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામી;
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.’
કામક્રોધાદિ ભાવો એ બધા નાગ છે. એ ચંડકોશિયા છે. ભગવાન કહે છે કે ‘કાંઇ વાંધો નહિ, અમે તો અમારા માર્ગને વળગી રહીએ છીએ. જે થવાનું હોય તે થાય. સમતા રાખવી, શાંતિ રાખવી, પોતાના આત્મસ્વભાવને-રત્નત્રય માર્ગનેસમાધિને ખોવી નહિ, એ અમારા જીવનનું ધ્યેય છે.' એટલે પછી ભગવાન અંતે જીતી જાય છે. આપણે પણ એવો પ્રયત્ન વારંવાર કરવો.
“નિજદોષકથન એ આત્મસુધારણાનું એક અગત્યનું અંગ છે, જેવી રીતે વ્યવહારજીવનમાં કોઇનું નજીકનું સ્વજન ગુજરી ગયું હોય અને તે વ્યક્તિ ન રડતી હોય તો તેને રડાવવામાં આવે છે કે જેથી એની અંતરવ્યથા હળવી થઇ જાય, તેવી રીતે પરમાર્થમાં દિનપ્રતિદિનના જીવનથી આપણને જે દોષ લાગ્યા હોય અથવા પ્રમાદથી કોઇ મોટો દોષ થઇ ગયો હોય તો તેનું
For Private & Personal Use Only
Jain Education International
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
પ્રાર્થના ૮૫
www.jainelibrary.org