________________
છે,
આપણને આવી દશા એકદમ પ્રાપ્ત ન થાય. પણ “આવી દશા પ્રાપ્ત થઈ શકે છે' એવી શ્રદ્ધા થઈ શકે છે. ભગવાન સાચા છે' એવું અત્યારે આપણે પાકું કરી લેવું જોઇએ, હવે તેનું Conclusion કરે છે.
“ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે વાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.”
–શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૨૫) એક ઘાસનું તણખલું પણ ભગવાન પાસે માગવું નહિ. માગીએ તો હલકું મળે. કારણકે માગીએ એ ઇચ્છા છે અને ઇચ્છા છે એ પાપ છે. ધારો કે ૧૦૦ ડીગ્રી પુણ્ય થયું હોય અને માગીએ તો ૫૦ ડીગ્રી બળી જાય. Acid હોય તેની અંદર Alkali નાખો તો Acidની જલદતા ઓછી થઇ જાય, એમ પરમાત્માની સાચી ભક્તિથી જે ફળ પ્રાપ્ત થવાનું હોય એ આપણે માગીએ તો એ ઓછું થઈ જાય.
ત્રીસેક વર્ષ પહેલાં નરસિંહ મહેતાનું ચલચિત્ર (Picture) આવ્યું હતું. મોટાભાઈને ભક્તિ બહુ પ્રિય એટલે કહે કે આપણે નરસિંહ મહેતાનું આ ચલચિત્ર જોવું જ છે. તેમાં નરસિંહ મહેતાનું ચરિત્ર બતાવે છે. ઘેરથી નીકળી ગયા પછી નરસિંહ મહેતા ગામના ગોંદરે પોતાના ઇષ્ટદેવના સતત જાપ કરે છે. સાત દિવસ અને સાત રાત્રિ વ્યતીત થઈ જાય છે. ભગવાન પ્રસન્ન થાય છે, કહે છે, “નરસિંહ ! તારી ભક્તિ, તારી તપશ્ચર્યા, તારા ભાવથી હું પ્રસન્ન છું. બોલ તારે શું જોઇએ છીએ ?”
ભગવાન ! મારે તો કાંઇ જોઇતું નથી. મારે તો તમે જોઇએ છીએ. એટલે કે તમારી ભક્તિ જોઇએ છે !” આ રૂપકના અર્થમાં છે. વેદાંતમાં એ પ્રમાણે પદ્ધતિ છે. નરસિંહને
મનના કાકા ન કરવા અનમાતાના મતદાનની તાકાત કાનાબારણાવાયા અજનન નનનનન નામના કાનમwામા
કનક કરતા તમામ કામ કરવા માટે મારા ના કાકા અને તમારા
પાર
કરીને
. પ્રાર્થના
૮૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org