________________
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
“હું આત્મા છું, ભગવાનની લીલા બતાવે છે. ત્યાં નરસિંહ એવા તલ્લીન થઇ જાય છે કે પોતાનો હાથ બળી જાય છે એનો પણ કાંઇ ખ્યાલ રહેતો નથી ! આપણે કહીએ છીએ કે ‘અત્યારે ઘણી તકલીફ છે તો પ્રભુ પાસે માગી લેવા દો ને !!' આપણા કરતાં સંતોભક્તોને ઘણી તકલીફ હતી. તોય તેઓ કહે છે કે ‘ભગવાન ! તમારે જે કરવું હોય તે કરો. હું એમ નહિ કહું કે તમે મારું આ કામ કરી આપો !!’
પ્રાર્થના
૮૪
જ્ઞાનીઓની વાણી ગુરુગમથી સમજવાની છે. જ્ઞાનીઓની વાણીનો સીધો અર્થ કરે તો પોતાનું કલ્યાણ ન થાય. પોતાની બુદ્ધિથી જ્ઞાનીની વાણી સમજવી નહીં. જ્યારથી આપણી સાધના પદ્ધતિમાં સત્સંગ અને ભક્તિ ઓછાં થઇ ગયા છે ત્યારથી આપણી ધર્મમાર્ગમાં જોઇએ તેવી પ્રગતિ થતી નથી. ભક્તિ અને સત્સંગને આપણે વિદેશ મોકલી દીધાં છે ! એમ કૃપાળુદેવ કહે છે. આપણું આધ્યાત્મિક દૃષ્ટિએ પતન કેમ થયું ? સત્સંગ અને ભક્તિને વિદેશ મોકલ્યા છે માટે. જીવ માને છે કે “આ બધાની કાંઇ જરૂર નથી ! મારી પાસે તો ઘણી બુદ્ધિ છે, એટલે હું શાસ્ત્રો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ !!'' માત્ર શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન થાય નહીં. શાસ્ત્રો તે ભગવાનની વાણી છે એટલે પૂજ્ય છે. પણ કૃપાળુદેવ કહે છે કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના અંતરમાં છે.
નિઃસ્પૃહ ભક્તો જ ભક્તિસાધનાની ચરમસીમાને પામીને પોતાના જીવનને કૃતકૃત્ય કરે છે. મોક્ષમાર્ગ લાંબો છે અને મોક્ષમાર્ગમાં જઇએ ત્યારે વચ્ચે ઘણાં વિઘ્નો પણ આવે છે. તમે થોડું પવિત્ર જીવન જીવો એટલે મુમુક્ષુઓ તમને એમ કહે કે મહારાજ ! બદામ-પિસ્તા ખાઓ. મહારાજ ! લાડવા ખાઓ વગેરે... આપણે એમને આધીન થઇને બધું નહીં કરવાનું. મહાપુરુષોને રિદ્ધિ-સિદ્ધિ પ્રગટે તો તેનો ઉપયોગ તેઓ અંગત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org