________________
(૩) સોડમ્: પરમાત્માનું અને મારું સ્વરૂપ નિશ્ચયથી જ આત્મા છે. એક છે.
આપનો સેવક છું,
સીનો મિત્ર છું." (૪) અદમ્: ભક્ત-ભગવાન જયારે એક થઈ જાય છે ત્યારે તે વાણીનો વિષય નથી રહેતો અને જગતના જીવોની બુદ્ધિનો વિષય પણ નથી રહેતો. આ Stageમાં સાક્ષાત્ પ્રેમની સમાધિની પ્રાપ્તિ થઈ જાય છે.
ભક્ત કહે છે, “જ્યાં સુધી હું પૂર્ણપદને પ્રાપ્ત ન કરું ત્યાં સુધી હે પરમાત્મા ! હું તમારો દાસ છું.” આ વાત ન બેસતી હોય તો ગૌતમસ્વામીને યાદ કરવાં. ગૌતમસ્વામીને કરોડો શ્લોક મોઢે હતા. એમણે પોતે ૫૦૦ શિષ્યોને દીક્ષા આપી હતી. આખા ભારતમાં એમનું નામ ગાજતું હતું. એવા શ્રી ગૌતમસ્વામી, પરમાત્મા શ્રી મહાવીરને જોઇને કહે છે, “તહતુ” (આપની આજ્ઞા મને માન્ય છે.) જો કે શરૂઆતમાં તેઓ ભગવાન સામે ટક્કર લે છે ! મહાવીર ભગવાનના સમવસરણમાં તેઓ હજુ દૂર છે ત્યાં અવાજ આવે છે, “ઇન્દ્રભૂતિ આવો!” આમને મારા નામની ખબર છે ! પણ આખી દુનિયા મારું નામ જાણે છે, એટલે એ પણ જાણતા હશે. પણ એમ હું કાંઈ નમસ્કાર કરું એવો નથી.”
હજુ આગળ જાય છે ત્યાં પ્રભુ કહે છે, “તમારા મનમાં આત્માના અસ્તિત્વ વિષે શંકા છે ?”
અરે !! આ તો મારા મનમાં જે છે એ જાણી ગયા !! હું પૂછવા આવ્યો છું એ પણ તેઓ જાણી ગયા !” પછી ગૌતમસ્વામીનું સમાધાન થાય છે ત્યારે પ્રભુની શરણાગતિ સ્વીકારી લે છે. ભગવાનને માન પણ નથી, અપમાન પણ નથી. ભગવાનને કોઈને શિષ્ય બનાવવા નથી. તારે સો વાર , મોક્ષપ્રાપ્તિની ગરજ હોય તો તું એમને શરણે જા. આપણને ઘણીવાર એમ લાગતું હોય કે “સાહેબ ! મારા બાપાને પણ હું આ
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org